Amreli જિલ્લાના બાબરા અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડયો

અમરેલી જિલ્લાના કેટલાક પંથકમાં વરસાદ બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ ધારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ અમરેલી જિલ્લાના વડિયા, સાવરકુંડલા અને લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલિયાના દુધાળા, જાત્રુડા, જન, ટીંબા, અંટાળિયા, ભોરિંગડા, ઈંગોરાલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખારાપાટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. રાજયના 32 તાલુકામાં વરસાદ રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિતમાં હળવાં ઝાંપટાં પડ્યાં હતાં. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંતમાં પોરબંદરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ કચ્છમાં આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ધૂપછાવનો માહોલ સર્જાતા સાંજ સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના ઊભી થઈ છે. આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે આજે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

Amreli જિલ્લાના બાબરા અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલી જિલ્લાના કેટલાક પંથકમાં વરસાદ
  • બાબરા અને આજુબાજુના પંથકમાં વરસાદ
  • ધારી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ

અમરેલી જિલ્લાના વડિયા, સાવરકુંડલા અને લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલિયાના દુધાળા, જાત્રુડા, જન, ટીંબા, અંટાળિયા, ભોરિંગડા, ઈંગોરાલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખારાપાટ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી.

રાજયના 32 તાલુકામાં વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરમાં પણ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિતમાં હળવાં ઝાંપટાં પડ્યાં હતાં. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે.


વહેલી સવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ

આજે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં જ ધોધમાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંતમાં પોરબંદરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ

કચ્છમાં આજે સવારે મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રા તાલુકાના વવારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો ભુજના ભુજપરમાં પણ વરસાદ થયો હતો. આ સિવાય જિલ્લામાં ધૂપછાવનો માહોલ સર્જાતા સાંજ સુધીમાં વધુ વરસાદ થવાની સંભાવના ઊભી થઈ છે.

આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે

આજે 16 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.