RTE : બાળકની L.C.માં વિલંબ થાય તો પણ પ્રવેશ આપવા સ્કૂલોને સૂચના

બાલવાટિકામાં પરીક્ષા-પરિણામની કામગીરી ચાલતી હોવાથી પરિપત્રબાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. હાલમાં બાલવાટિકામાં પરીક્ષા અને પરિણામની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ શહેર DEO દ્વારા સ્કૂલોને સૂચના આપી છે કે, બાળકની એલસીમાં વિલંબ થાય તો પણ પ્રવેશ આપી દેવાનો રહેશે. એ સિવાય બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે. RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ ધોરણ.1માં પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 15મી એપ્રિલના રોજ યોજાયો હતો. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડના પ્રવેશને લઈ અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાના આચાર્યોને સુચના આપી છે કે, જે બાળક જે-તે શાળામાં બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ.1માં પ્રવેશ મળેલ હોય તો શાળાઓએ એનો એજ જી.આર નંબર એસ.એસ.એ.ના ઓનલાઈન પોર્ટલમાં દર્શાવવાનું રહેશે તેમજ એલ.સી આપવાની જરૂર પડશે નહી. પ્રવેશમાં આનાકાની કરાશે તો વિદ્યાર્થી દીઠ રૂ.10 હજાર દંડ DEO દ્વારા તમામ સ્કૂલોને સુચના આપવામાં આવી છે કે, વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકાશે નહી. જો પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવશે તો પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ.10,000નો દંડ કરવામાં આવશે.

RTE : બાળકની L.C.માં વિલંબ થાય તો પણ પ્રવેશ આપવા સ્કૂલોને સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાલવાટિકામાં પરીક્ષા-પરિણામની કામગીરી ચાલતી હોવાથી પરિપત્ર
  • બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત
  • સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. હાલમાં બાલવાટિકામાં પરીક્ષા અને પરિણામની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદ શહેર DEO દ્વારા સ્કૂલોને સૂચના આપી છે કે, બાળકની એલસીમાં વિલંબ થાય તો પણ પ્રવેશ આપી દેવાનો રહેશે. એ સિવાય બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે.

RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ ધોરણ.1માં પ્રવેશ ફાળવણીનો પ્રથમ રાઉન્ડ 15મી એપ્રિલના રોજ યોજાયો હતો. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 39,979 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડના પ્રવેશને લઈ અમદાવાદ શહેર DEO દ્વારા ખાનગી શાળાના આચાર્યોને સુચના આપી છે કે, જે બાળક જે-તે શાળામાં બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ.1માં પ્રવેશ મળેલ હોય તો શાળાઓએ એનો એજ જી.આર નંબર એસ.એસ.એ.ના ઓનલાઈન પોર્ટલમાં દર્શાવવાનું રહેશે તેમજ એલ.સી આપવાની જરૂર પડશે નહી.

પ્રવેશમાં આનાકાની કરાશે તો વિદ્યાર્થી દીઠ રૂ.10 હજાર દંડ

DEO દ્વારા તમામ સ્કૂલોને સુચના આપવામાં આવી છે કે, વાલીઓ પાસેથી વધારાના દસ્તાવેજો માગી શકાશે નહી. જો પ્રવેશ આપવામાં આનાકાની કરવામાં આવશે તો પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂ.10,000નો દંડ કરવામાં આવશે.