Junagadhમાં મેઘો મુશળધાર,ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકયો

વંથલીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો ભેંસાણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી અનુસાર,ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.વિસાવદરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ,મેંદરડામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે,તો કેશોદ, માંગરોળ અને માળિયામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. દામોદર કુંડ ઓવરફલો ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.ગતમોડી રાત્રીથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.ગિરનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે.જૂનાગઢમાં ધોધમાર વરસાદને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ પાણીમાં ગાડી ફસાયાની ઘટના સામે આવી હતી.ગાડીને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી હતી. વંથલીમાં વૃક્ષ ધરાશાયી ભારે વરસાદને પગલે જૂનાગઢ વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે ઝાડ પડતા થોડા સમય માટે વાહન ચાલકોને થોડી મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ, ફાયર વિભાગ દ્વારા ઝાડને રોડ પરથી દૂર કરી લેવામાં આવતા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. નદીમાં આવ્યા નવા નીર કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી સુકી જગ્યાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

Junagadhમાં મેઘો મુશળધાર,ચાર કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વંથલીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો
  • જૂનાગઢમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો
  • ભેંસાણ ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો

શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જુનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી અનુસાર,ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે.વિસાવદરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ,મેંદરડામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે,તો કેશોદ, માંગરોળ અને માળિયામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.

દામોદર કુંડ ઓવરફલો

ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.ગતમોડી રાત્રીથી જ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.ગિરનાર પર્વત ઉપર હજુ પણ ધોધમાર વરસાદ શરૂ છે.જૂનાગઢમાં ધોધમાર વરસાદને ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયાં હતાં. આ પાણીમાં ગાડી ફસાયાની ઘટના સામે આવી હતી.ગાડીને બહાર કાઢવા ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લેવામાં આવી હતી.

વંથલીમાં વૃક્ષ ધરાશાયી

ભારે વરસાદને પગલે જૂનાગઢ વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. રસ્તાની વચ્ચે ઝાડ પડતા થોડા સમય માટે વાહન ચાલકોને થોડી મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ, ફાયર વિભાગ દ્વારા ઝાડને રોડ પરથી દૂર કરી લેવામાં આવતા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

નદીમાં આવ્યા નવા નીર

કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેશોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી સુકી જગ્યાઓમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. આ સાથે ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.