Onion : અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં ડુંગળીની આવકમાં 14.7%નો વધારો

ઉનાળાના સમયમાં દેશના શાક માર્કેટોમાં ડુંગળીની આવકમાં ઘટાડો રાજયના માર્કેટોમાં ટામેટાની આવકમાં 18.6 ટકાનો વધારો રાજયના માર્કેટોમાં બટાકાની આવકમાં 15 ટકાનો ઘટાડો આ વખતે રાજયમાં કાળઝાળ ગરમી પડી તેની અસર શાકભાજીના ભાવો પર જોવા મળી છે.ટામેટા,ડુંગળી અને બટાકા આ એવા શાકભાજી છે કે તે રોજ બરોજ ઉપયોગમાં ગૃહીણીઓ ઉપયોગ કરતી હોય છે.આ વખતે રાજયમાં હીટવેવને લઈ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.અને ભાવ પર પણ તેની અસર જોવા મળી છે. અગાઉના સમયમાં વધી શકે છે ડુંગળીના ભાવ મોંઘવારી એક પછી એક દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ખાધ્ય ચીજ વસ્તુને પોતાનો ભોગ બનાવી રહી છે. શાકભાજીમાં ક્રમશઃ બજાર ભાવ સતત વધી રહ્યા છે એવામાં વચ્ચે ડુંગળીના બજાર ભાવ પણ પ્રતિ એક કિલો 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતોમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ 1 કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેન્ક ઓફ બરોડાના રિસર્ચના રિપોર્ટ અનુસાર શાકભાજીના ભાવઇમ્પેક્ટ ઓફ હિટવેવ ઓન ઇકોનોમી મુજબ, હિટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ-જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટમેટાની આવક 18%, ડુંગળીની 29% અને બટાકાની 12% ઘટી. તેની સાથે જ ડુંગળીનો ભાવ 89%, બટાકાનો 81% અને ટમેટાનો 38% વધ્યો. ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું. રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7% વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6% અને બટાકાની આવકમાં 15% ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં ડુંગળીનું સારૂ ઉત્પાદન ડુંગળીના પાક લેવાની સિઝન જાન્યુઆરીથી મે સુધીની હોય છે. ગુજરાતમાં 2023ની સિઝનમાં 10.46 લાખ ટન ડુંગળોની પાક થયો હતો. આ વર્ષે 10% વધીને 11.54 લાખ ટન નોંધાયો. દેશમાં ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં ગુજરાતનું પ્રદર્શન ગત વર્ષની તુલનામાં ઘણું સારું રહ્યું હતું. જેની સામે ગત વર્ષની તુલનામાં કર્ણાટકમાં 19%, મધ્ય પ્રદેશમાં 50%, રાજસ્થાનમાં 34% ઓછો પાક નોંધાયો છે.

Onion : અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં ડુંગળીની આવકમાં 14.7%નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉનાળાના સમયમાં દેશના શાક માર્કેટોમાં ડુંગળીની આવકમાં ઘટાડો
  • રાજયના માર્કેટોમાં ટામેટાની આવકમાં 18.6 ટકાનો વધારો
  • રાજયના માર્કેટોમાં બટાકાની આવકમાં 15 ટકાનો ઘટાડો

આ વખતે રાજયમાં કાળઝાળ ગરમી પડી તેની અસર શાકભાજીના ભાવો પર જોવા મળી છે.ટામેટા,ડુંગળી અને બટાકા આ એવા શાકભાજી છે કે તે રોજ બરોજ ઉપયોગમાં ગૃહીણીઓ ઉપયોગ કરતી હોય છે.આ વખતે રાજયમાં હીટવેવને લઈ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.અને ભાવ પર પણ તેની અસર જોવા મળી છે.

અગાઉના સમયમાં વધી શકે છે ડુંગળીના ભાવ

મોંઘવારી એક પછી એક દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ખાધ્ય ચીજ વસ્તુને પોતાનો ભોગ બનાવી રહી છે. શાકભાજીમાં ક્રમશઃ બજાર ભાવ સતત વધી રહ્યા છે એવામાં વચ્ચે ડુંગળીના બજાર ભાવ પણ પ્રતિ એક કિલો 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતોમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ 1 કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


બેન્ક ઓફ બરોડાના રિસર્ચના રિપોર્ટ અનુસાર શાકભાજીના ભાવ

ઇમ્પેક્ટ ઓફ હિટવેવ ઓન ઇકોનોમી મુજબ, હિટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ-જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટમેટાની આવક 18%, ડુંગળીની 29% અને બટાકાની 12% ઘટી. તેની સાથે જ ડુંગળીનો ભાવ 89%, બટાકાનો 81% અને ટમેટાનો 38% વધ્યો. ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું. રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7% વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6% અને બટાકાની આવકમાં 15% ઘટાડો નોંધાયો છે.


ગુજરાતમાં ડુંગળીનું સારૂ ઉત્પાદન

ડુંગળીના પાક લેવાની સિઝન જાન્યુઆરીથી મે સુધીની હોય છે. ગુજરાતમાં 2023ની સિઝનમાં 10.46 લાખ ટન ડુંગળોની પાક થયો હતો. આ વર્ષે 10% વધીને 11.54 લાખ ટન નોંધાયો. દેશમાં ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં ગુજરાતનું પ્રદર્શન ગત વર્ષની તુલનામાં ઘણું સારું રહ્યું હતું. જેની સામે ગત વર્ષની તુલનામાં કર્ણાટકમાં 19%, મધ્ય પ્રદેશમાં 50%, રાજસ્થાનમાં 34% ઓછો પાક નોંધાયો છે.