Surat મૌલાના કેસમાં વધુ ખુલાસો,પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથારનું કરાવ્યું ધર્મપરિવર્તન

આરોપી અશોકને દિલ્હીમાં અબુ બકર બનાવ્યાનું ખુલ્યું પાકિસ્તાનની યુવતીઓએ અશોકનું કર્યું હતું બ્રેઈનવોશ આરોપી અશોક કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો હિન્દુ નેતાઓની સોપારી આપવાના કેમસાં વધુ એક ખુલાસો થયો છે,જેમાં રાજસ્થાનથી અશોક સુથાર ઉર્ફે અબુબકરની તપાસમાં ખુલાસો થયો છે,અબુ બકુરનુ કહેવું છે કે પાકિસ્તાનની કેટલીક યુવતીઓ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે,પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથાર નું બ્રેઇનવોશ કરી દીધું હતું પાકિસ્તાની યુવતીઓના ચક્કરમાં અશોક સુથારમાંથી અબુબકર બની ગયો હતો,આરોપી અશોક સુરત કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો,આરોપી અશોક અને મૌલાના સુહેલ સોશ્યિલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો તો સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીને લઈને રાજેસ્થાનથી નિકળી છે. યુવતીઓએ બ્રેઈન વોશ કર્યુ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો. મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે. મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

Surat મૌલાના કેસમાં વધુ ખુલાસો,પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથારનું કરાવ્યું ધર્મપરિવર્તન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી અશોકને દિલ્હીમાં અબુ બકર બનાવ્યાનું ખુલ્યું
  • પાકિસ્તાનની યુવતીઓએ અશોકનું કર્યું હતું બ્રેઈનવોશ
  • આરોપી અશોક કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો

હિન્દુ નેતાઓની સોપારી આપવાના કેમસાં વધુ એક ખુલાસો થયો છે,જેમાં રાજસ્થાનથી અશોક સુથાર ઉર્ફે અબુબકરની તપાસમાં ખુલાસો થયો છે,અબુ બકુરનુ કહેવું છે કે પાકિસ્તાનની કેટલીક યુવતીઓ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે,પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથાર નું બ્રેઇનવોશ કરી દીધું હતું પાકિસ્તાની યુવતીઓના ચક્કરમાં અશોક સુથારમાંથી અબુબકર બની ગયો હતો,આરોપી અશોક સુરત કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો,આરોપી અશોક અને મૌલાના સુહેલ સોશ્યિલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો તો સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીને લઈને રાજેસ્થાનથી નિકળી છે.

યુવતીઓએ બ્રેઈન વોશ કર્યુ

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ

અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.