જે.સી.બી.ના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતા એકનું મોત બે ને ઇજા

 વડોદરા,બિલ કેનાલ રોડ પર રાતે બાઇક પર ત્રણ સવારી જતા બાઇક સવારને જે.સી.બી.ના ડ્રાઇવરે ટક્કર મારતા તેઓ ઉછળીને સામેથી આવતી કારના બોનેટ પર પટકાયા હતા. ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તરસાલી જીવન પ્રકાશ વિદ્યાલય પાસે વિશાલ નગરમાં રહેતો  વિરલ પ્રવિણભાઇ ચૌહાણ છેલ્લા  પાંચ વર્ષથી વોલટેમ કંપનીમાં  ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે મોડીરાતે બાઇક લઇને માણેજા ક્રોસિંગ પાસે હરિયાલી બેન્કેટની સામેથી જતો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. મકરપુરા પોલીસે સ્થળ પર જઇને મૃતકના લાયસન્સના આધારે તેના કાકાનો સંપર્ક કર્યો હતો.  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના રણુ ગામે મસ્જીદ પાછળ કસબામાં રહેતો ૨૦ વર્ષનો સરફરાજ હુસેનભાઇ મલેક તથા શકીલ અબ્દુલહુસેન સિન્ધા ( ઉ.વ.૨૧) તથા અબ્દુલ હુસેનભાઇ સિન્ધા બાઇક લઇને અટલદરાથી પાદરા તરફ જતા હતા. તે સમયે બિલ કેનાલ રોડ સમન્વય સ્ટેટસ - ૨ ની સામે એક જે.સી.બી.ના ડ્રાઇવરે  તેઓને ટક્કર મારતા તેઓ  ઉછળીને સામેથી આવતી કારના બોનેટ પર અથડાયા હતા. સરફરાજ અને શકીલને પગ પર ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેસેલા અબ્દુલભાઇને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે  હોસ્પિલટમાં લઇ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. અટલાદરા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તરસાલીમાં મોડીરાતે  હિટ એન્ડ  રનપાણી લેવા જતા યુવાનને કાર ચાલકે અડફેટે લેતા ગંભીરસ્પીડ બ્રેકર હોવાછતાંય કાર ચાલક સ્પીડ ઓછી કરતો નથીવડોદરા,તરસાલી રામ નગરમાં રહેતો ૧૯ વર્ષનો વિનય રમેશભાઇ રોહિત આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે મોડી રાતે ગણેશ મંડળનું કામ કરતા યુવકો માટે પાણી લેવા માટે તરસાલી એસ્સાર પેટ્રોલપંપ પાસે રોડ ક્રોસ કરીને સામે ગયો હતો. તે સમયે એક કાર ચાલકે તેને ટક્કર મારતા કપાળ અને ડાબા હાથે ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મકરપુરા પોલીસે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ  ધરી છે. સ્થાનિક યુવકોએ જણાવ્યું છે કે, અમે મંડળનું કામ કરીને જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક અકસ્માતનો અવાજ આવતા અમે દોડી આવ્યા હતા. અમે જોયું તો વિનય કારની અડફેટે દૂર સુધી ઢસડાયો હતો. અકસ્માત સ્થળ નજીક સ્પીડ બ્રેકર હોવાછતાંય કાર ચાલકે સ્પીડ ઓછી કરી નહતી.

જે.સી.બી.ના ડ્રાઇવરે બાઇકને ટક્કર મારતા એકનું મોત બે ને ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,બિલ કેનાલ રોડ પર રાતે બાઇક પર ત્રણ સવારી જતા બાઇક સવારને જે.સી.બી.ના ડ્રાઇવરે ટક્કર મારતા તેઓ ઉછળીને સામેથી આવતી કારના બોનેટ પર પટકાયા હતા. ઇજાગ્રસ્ત ત્રણ પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી જીવન પ્રકાશ વિદ્યાલય પાસે વિશાલ નગરમાં રહેતો  વિરલ પ્રવિણભાઇ ચૌહાણ છેલ્લા  પાંચ વર્ષથી વોલટેમ કંપનીમાં  ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઇકાલે મોડીરાતે બાઇક લઇને માણેજા ક્રોસિંગ પાસે હરિયાલી બેન્કેટની સામેથી જતો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. મકરપુરા પોલીસે સ્થળ પર જઇને મૃતકના લાયસન્સના આધારે તેના કાકાનો સંપર્ક કર્યો હતો.  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના રણુ ગામે મસ્જીદ પાછળ કસબામાં રહેતો ૨૦ વર્ષનો સરફરાજ હુસેનભાઇ મલેક તથા શકીલ અબ્દુલહુસેન સિન્ધા ( ઉ.વ.૨૧) તથા અબ્દુલ હુસેનભાઇ સિન્ધા બાઇક લઇને અટલદરાથી પાદરા તરફ જતા હતા. તે સમયે બિલ કેનાલ રોડ સમન્વય સ્ટેટસ - ૨ ની સામે એક જે.સી.બી.ના ડ્રાઇવરે  તેઓને ટક્કર મારતા તેઓ  ઉછળીને સામેથી આવતી કારના બોનેટ પર અથડાયા હતા. સરફરાજ અને શકીલને પગ પર ઇજા થઇ હતી. જ્યારે પાછળ બેસેલા અબ્દુલભાઇને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે  હોસ્પિલટમાં લઇ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. અટલાદરા  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



તરસાલીમાં મોડીરાતે  હિટ એન્ડ  રન

પાણી લેવા જતા યુવાનને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર

સ્પીડ બ્રેકર હોવાછતાંય કાર ચાલક સ્પીડ ઓછી કરતો નથી

વડોદરા,તરસાલી રામ નગરમાં રહેતો ૧૯ વર્ષનો વિનય રમેશભાઇ રોહિત આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે મોડી રાતે ગણેશ મંડળનું કામ કરતા યુવકો માટે પાણી લેવા માટે તરસાલી એસ્સાર પેટ્રોલપંપ પાસે રોડ ક્રોસ કરીને સામે ગયો હતો. તે સમયે એક કાર ચાલકે તેને ટક્કર મારતા કપાળ અને ડાબા હાથે ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મકરપુરા પોલીસે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ  ધરી છે. સ્થાનિક યુવકોએ જણાવ્યું છે કે, અમે મંડળનું કામ કરીને જમવા બેઠા હતા. તે દરમિયાન અચાનક અકસ્માતનો અવાજ આવતા અમે દોડી આવ્યા હતા. અમે જોયું તો વિનય કારની અડફેટે દૂર સુધી ઢસડાયો હતો. અકસ્માત સ્થળ નજીક સ્પીડ બ્રેકર હોવાછતાંય કાર ચાલકે સ્પીડ ઓછી કરી નહતી.