GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની યોજાઈ પરીક્ષા

20થી 35 વયના ઉમેદવારો આપી શકશે પરીક્ષા અગાઉ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો 100 માર્કના પેપેરમાં નેગેટિક માર્કિંગના 0.25 માર્ક્સ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની ભરતી માટેની પરીક્ષા ચૂંટણીના કારણે અટકાવી દેવામાં આવી હતી. હવે આ પરીક્ષા આજે લેવામાં આવી રહી છે. આ સિવાય આગામી 14,16, 17 અને 20 મેના રોજ પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. એટલે કે ચૂંટણીને લઈ મોકૂફ રખાયેલ પરીક્ષા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીને લઈ રદ કરાયેલ દિવસોની પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલશે. જાન્યુઆરીમાં 5554 પદ ઉપર ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી. આ પદ માટે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ ઉપર પરીક્ષા સહિત 21 જેટલા પદ માટે પરીક્ષા લેવાઈ રહી છે. ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ રહી છે. આ પરીક્ષા 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવાશે ગુજરાતમાં આ પરીક્ષા અમદાવાદ, આણંદ, ગોધરા, વડોદરા, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોડાસા, ભાવનગર, ભુજ, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, બારડોલી અને વાપી કેન્દ્રમાં લેવામાં આવશે. કોણ આપી શકશે પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા 20થી 35 વયના ઉમેદવારો આપી શકશે. આ સાથે જ તેઓ તમામ 21 પદ માટે પરીક્ષા આપી શકશે. પરીક્ષા કુલ 100 માર્કની હશે અને સાથે જ તેમાં નેગેટિવ માર્કિંગના 0.25 માર્ક્સ રાખવામાં આવ્યા છે. 

GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની યોજાઈ પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 20થી 35 વયના ઉમેદવારો આપી શકશે પરીક્ષા
  • અગાઉ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
  • 100 માર્કના પેપેરમાં નેગેટિક માર્કિંગના 0.25 માર્ક્સ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની ભરતી માટેની પરીક્ષા ચૂંટણીના કારણે અટકાવી દેવામાં આવી હતી. હવે આ પરીક્ષા આજે લેવામાં આવી રહી છે. આ સિવાય આગામી 14,16, 17 અને 20 મેના રોજ પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. એટલે કે ચૂંટણીને લઈ મોકૂફ રખાયેલ પરીક્ષા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીને લઈ રદ કરાયેલ દિવસોની પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલશે. જાન્યુઆરીમાં 5554 પદ ઉપર ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી. આ પદ માટે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ ઉપર પરીક્ષા સહિત 21 જેટલા પદ માટે પરીક્ષા લેવાઈ રહી છે. ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ રહી છે.

આ પરીક્ષા 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવાશે

ગુજરાતમાં આ પરીક્ષા અમદાવાદ, આણંદ, ગોધરા, વડોદરા, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોડાસા, ભાવનગર, ભુજ, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, બારડોલી અને વાપી કેન્દ્રમાં લેવામાં આવશે.


કોણ આપી શકશે પરીક્ષા

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા 20થી 35 વયના ઉમેદવારો આપી શકશે. આ સાથે જ તેઓ તમામ 21 પદ માટે પરીક્ષા આપી શકશે. પરીક્ષા કુલ 100 માર્કની હશે અને સાથે જ તેમાં નેગેટિવ માર્કિંગના 0.25 માર્ક્સ રાખવામાં આવ્યા છે.