Ahmedabadનો કાલુપુર નવ નિર્મિત વોક વે બ્રિજ બન્યો ગેરકાયદે પાર્કિંગનો જમાવડો

વાહન પાર્કિંગ કર્યું તો કાયદેસરની કાર્યવાહી થશેના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન કાલુપુર રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી આવી સામે બેફામ વોક વે બ્રિજ પર વાહનો પાર્ક થઈ રહ્યાં છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં તંત્ર દ્વારા વોક વે બ્રિજ બનાવવામાં આવ્યો છે,પરંતુ આ વોક વે બ્રિજમાં ચાલવાની જગ્યાએ લોકો પોતાના વાહનો પાર્ક કરી રહ્યાં છે,નો પાર્કિંગનું બોર્ડ માર્યુ છે તેમ છત્તા લોકો વાહનો પાર્ક કરી રહ્યાં છે અને વાહનચાલકો પાસેથી તેનો ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે.આ ઉઘાડી લૂંટ અને બેફામ પાર્કિંગ પર કોણ કાર્યવાહી કરશે તે એક સવાલ છે,તંત્ર દ્વારા નો પાર્કિંગ, કાર્યવાહીના બોર્ડ માત્ર દેખાડો જ છે. દિવ્યાંગો અને વૃદ્ધો આ ફૂટ બ્રિજનો કરે છે ઉપયોગ અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર લગાવ્યા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.જેના કારણે મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે.ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે.અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી મુસાફરોને અવાર જવરમાં સગવડતા રહેશે. સ્ટેશનના રિડેવલેપમેન્ટને લઈ નિર્ણય કરાયો છે અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ દરમિયાન સ્ટેશન પર આવતાં વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે લગભગ 800 મીટર લાંબો વૈકલ્પિક માર્ગ તૈયાર કરાયો છે. હાલ સ્ટેશન પર આવવા માટેના રોડ ઉપરાંત સ્ટેશન પર એલિવેટેડ રોડ તૈયાર કરાયો છે. આ એલિવેટેડ રોડ સ્ટેશન પર બંને છેડે આવેલા ફૂટ ઓવર બ્રિજ સાથે જોડી દેવાયો છે અને સ્ટેશન પરથી કેટલીક ઓફિસો પણ ખસેડવામાં આવી છે. ભાવનગરમાં ફૂટ ઓવરબ્રિજ નહી હોવાથી લોકોને તકલીફ સોનગઢ રેલવે સ્ટેશન પર બે પ્લેટફોર્મ આવેલા છે, પરંતુ ફૂટ ઓવર બ્રિજ નહીં હોવાને કારણે યાત્રિકોએ એક પ્લેટફોર્મથી બીજા પર જવા-આવવા માટે પાટા ઓળંગવા પડે છે, અને પ્લેટફોર્મ 2.5 ફૂટ જેટલું ઉંચુ હોવાને કારણે મહિલાઓ, વૃધ્ધો, અશક્ત યાત્રિકો, બાળકોને પ્લેટફોર્મ પર ચડવા-ઉતરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને સતત અકસ્માત થવાનો ભય રહે છે. સોનગઢ જેવી જ હાલત સિહોર રેલવે સ્ટેશનની પણ છે. ભાવનગર રેલવે ડિવિઝન ઓફિસ દ્વારા સોનગઢ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો નિર્ણય જડપથી લેવો જરૂરી છે.  

Ahmedabadનો કાલુપુર નવ નિર્મિત વોક વે બ્રિજ બન્યો ગેરકાયદે પાર્કિંગનો જમાવડો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાહન પાર્કિંગ કર્યું તો કાયદેસરની કાર્યવાહી થશેના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન
  • કાલુપુર રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી આવી સામે
  • બેફામ વોક વે બ્રિજ પર વાહનો પાર્ક થઈ રહ્યાં છે

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં તંત્ર દ્વારા વોક વે બ્રિજ બનાવવામાં આવ્યો છે,પરંતુ આ વોક વે બ્રિજમાં ચાલવાની જગ્યાએ લોકો પોતાના વાહનો પાર્ક કરી રહ્યાં છે,નો પાર્કિંગનું બોર્ડ માર્યુ છે તેમ છત્તા લોકો વાહનો પાર્ક કરી રહ્યાં છે અને વાહનચાલકો પાસેથી તેનો ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે.આ ઉઘાડી લૂંટ અને બેફામ પાર્કિંગ પર કોણ કાર્યવાહી કરશે તે એક સવાલ છે,તંત્ર દ્વારા નો પાર્કિંગ, કાર્યવાહીના બોર્ડ માત્ર દેખાડો જ છે.

દિવ્યાંગો અને વૃદ્ધો આ ફૂટ બ્રિજનો કરે છે ઉપયોગ

અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર લગાવ્યા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે.જેના કારણે મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે.ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખુબ જ ઉપયોગી થશે.અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી મુસાફરોને અવાર જવરમાં સગવડતા રહેશે.


સ્ટેશનના રિડેવલેપમેન્ટને લઈ નિર્ણય કરાયો છે

અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ દરમિયાન સ્ટેશન પર આવતાં વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે લગભગ 800 મીટર લાંબો વૈકલ્પિક માર્ગ તૈયાર કરાયો છે. હાલ સ્ટેશન પર આવવા માટેના રોડ ઉપરાંત સ્ટેશન પર એલિવેટેડ રોડ તૈયાર કરાયો છે. આ એલિવેટેડ રોડ સ્ટેશન પર બંને છેડે આવેલા ફૂટ ઓવર બ્રિજ સાથે જોડી દેવાયો છે અને સ્ટેશન પરથી કેટલીક ઓફિસો પણ ખસેડવામાં આવી છે.


ભાવનગરમાં ફૂટ ઓવરબ્રિજ નહી હોવાથી લોકોને તકલીફ

સોનગઢ રેલવે સ્ટેશન પર બે પ્લેટફોર્મ આવેલા છે, પરંતુ ફૂટ ઓવર બ્રિજ નહીં હોવાને કારણે યાત્રિકોએ એક પ્લેટફોર્મથી બીજા પર જવા-આવવા માટે પાટા ઓળંગવા પડે છે, અને પ્લેટફોર્મ 2.5 ફૂટ જેટલું ઉંચુ હોવાને કારણે મહિલાઓ, વૃધ્ધો, અશક્ત યાત્રિકો, બાળકોને પ્લેટફોર્મ પર ચડવા-ઉતરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને સતત અકસ્માત થવાનો ભય રહે છે. સોનગઢ જેવી જ હાલત સિહોર રેલવે સ્ટેશનની પણ છે. ભાવનગર રેલવે ડિવિઝન ઓફિસ દ્વારા સોનગઢ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો નિર્ણય જડપથી લેવો જરૂરી છે.