Madarsa Mapping: તાપી જિલ્લામાં 18 મદરેસાઓમાં સરવે હાથ ધરાયો

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમો દ્વારા તપાસબાળકો, સંચાલકો અને શિક્ષકોની તપાસ હાથ ધરાઈ બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને લઈને પણ સરવે હાથ ધરાયો તાપી જિલ્લામાં મદરેસા મેપિંગની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે જિલ્લાના 18 મદરેસાઓની તપાસ કરવામાં આવી હતી. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 18 મદરેસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જિલ્લાના 18 મદરેસાઓમાં કેટલા બાળકો અને કેટલી ઉંમરના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે તેમજ મદરેસાના સંચાલકો અને શિક્ષકોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો, તાપી જિલ્લામાં 18 મદરેસાઓનો આંકડો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, જિલ્લામાં 18 કરતાં વધારે મદરેસા ચાલતા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે સાથે, મદરેસામાં અભ્યાસ કરી રહેલા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને લઈને પણ સરવે હાથ ધરવામાં આવ્યો છે.

Madarsa Mapping: તાપી જિલ્લામાં 18 મદરેસાઓમાં સરવે હાથ ધરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમો દ્વારા તપાસ
  • બાળકો, સંચાલકો અને શિક્ષકોની તપાસ હાથ ધરાઈ
  • બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને લઈને પણ સરવે હાથ ધરાયો

તાપી જિલ્લામાં મદરેસા મેપિંગની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે આજે જિલ્લાના 18 મદરેસાઓની તપાસ કરવામાં આવી હતી. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 18 મદરેસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, જિલ્લાના 18 મદરેસાઓમાં કેટલા બાળકો અને કેટલી ઉંમરના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે તેમજ મદરેસાના સંચાલકો અને શિક્ષકોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો, તાપી જિલ્લામાં 18 મદરેસાઓનો આંકડો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, જિલ્લામાં 18 કરતાં વધારે મદરેસા ચાલતા હોવાની ચર્ચા ચાલી રહી છે. જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે સાથે, મદરેસામાં અભ્યાસ કરી રહેલા બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને લઈને પણ સરવે હાથ ધરવામાં આવ્યો છે.