Dahodમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડો હુમલો કરી જંગલમાં ભાગ્યો

દીપડાએ હુમલો કરતા મહિલા થઈ ઈજાગ્રસ્ત ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ દાહોદના ધાનપુર તાલુકાના ઘડા ગામે દીપડાએ ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી,ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,વહેલી સવારે ખેતરમાં મહિલા પાક લણણીનુ કામ કરી રહી હતી તે સમયે અચાનક દીપડો ખેતરમાંથી આવી હુમલો કરી જંગલમાં જતો રહ્યો હતો.તો મહિલા પર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલીમાં દીપડો ગટરમાં ખાબકયો ટીંબી રાઉન્ડના હેમાળમાં દિપડો ગટરમાં ખાબક્યો હતો. અહીં દિપડાએ બકરી પર હુમલો કર્યો હતો. અને બાદમાં ગટરમાં છુપાયો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહીંથી દોઢ કિલોમીટર સુધી ગટરના ઢાંકણા ખોલીને દિપડાનું રેસ્ક્યુ કરાયું હતું. જાફરાબાદના ટીંબી રાઉન્ડના હેમાળમાં દિપડાએ બકરી પર હુમલો કર્યો હતો. બાદમાં ઉના હાઈવે પર દિપડો ગટરમાં ખાબક્યો હતો. ભરૂચમાં પણ દીપડાનો ત્રાસ વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે.જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતાં હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે.ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાનાં મોદલિયા ગામની બદામ કંપની,પથ્થરિયા અને ડુંગરી,સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે.જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સોમનાથમાં 9 દિવસે દીપડો પાંજરે પૂરાયો સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડાની દહેશતને કારણે પ્રવાસીઓ અને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ગત 18મી મેના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને પત્ર દ્વારા જાણ કરીને સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાના આટા ફેરા વધી રહ્યા છે તેને કારણે દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ ને લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે કામગીરી શરૂ કરી હતી જેમાં આજે 9મા દિવસે દીપડાને પાંજરે પુરવા વન વિભાગને સફળતા મળી છે.  

Dahodમાં ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડો હુમલો કરી જંગલમાં ભાગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દીપડાએ હુમલો કરતા મહિલા થઈ ઈજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
  • દીપડાના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ

દાહોદના ધાનપુર તાલુકાના ઘડા ગામે દીપડાએ ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી,ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,વહેલી સવારે ખેતરમાં મહિલા પાક લણણીનુ કામ કરી રહી હતી તે સમયે અચાનક દીપડો ખેતરમાંથી આવી હુમલો કરી જંગલમાં જતો રહ્યો હતો.તો મહિલા પર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અમરેલીમાં દીપડો ગટરમાં ખાબકયો

ટીંબી રાઉન્ડના હેમાળમાં દિપડો ગટરમાં ખાબક્યો હતો. અહીં દિપડાએ બકરી પર હુમલો કર્યો હતો. અને બાદમાં ગટરમાં છુપાયો હતો. વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહીંથી દોઢ કિલોમીટર સુધી ગટરના ઢાંકણા ખોલીને દિપડાનું રેસ્ક્યુ કરાયું હતું. જાફરાબાદના ટીંબી રાઉન્ડના હેમાળમાં દિપડાએ બકરી પર હુમલો કર્યો હતો. બાદમાં ઉના હાઈવે પર દિપડો ગટરમાં ખાબક્યો હતો.

ભરૂચમાં પણ દીપડાનો ત્રાસ

વાલિયા તાલુકામાં શેરડીની ખેતી મોટાપાયે કરવામાં આવે છે.જેને પગલે શિકાર સહેલાઈથી મળી જતાં હોવાથી દીપડાઓએ તાલુકામાં શેરડીના ખેતરોને પોતાના આશ્રય સ્થાન બનાવ્યા છે.ત્યારે વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી તાલુકાનાં મોદલિયા ગામની બદામ કંપની,પથ્થરિયા અને ડુંગરી,સિલુડી તેમજ વટારિયા ગામની સીમમાં દીપડાઓ નજરે પડ્યા હોવાના વીડિયો સામે આવ્યા છે.જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સોમનાથમાં 9 દિવસે દીપડો પાંજરે પૂરાયો

સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડાની દહેશતને કારણે પ્રવાસીઓ અને આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણમાં મુકાયા હતા. ગત 18મી મેના દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વન વિભાગને પત્ર દ્વારા જાણ કરીને સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં દીપડાના આટા ફેરા વધી રહ્યા છે તેને કારણે દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ ને લેખિતમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે દીપડાને પાંજરે પુરવા માટે કામગીરી શરૂ કરી હતી જેમાં આજે 9મા દિવસે દીપડાને પાંજરે પુરવા વન વિભાગને સફળતા મળી છે.