Aravalli: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

સુનોખ અને વાશેરાકંપાના ખેતરો પાણીથી તરબોડ ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો તળાવ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ અરવલ્લીના ભિલોડા ખાતેના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. જેમાં સુનોખ અને વાશેરાકંપાના ખેતરો પાણીથી તરબોડ થયા છે. ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો છે. તેમજ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ છે. તથા ખેતરોમાં નાખેલી ડ્રિપ પાણીમાં તણાઈ છે. તેમજ ડ્રિપની પાઇપો એક ખેતરમાંથી બીજા ખેતરમાં પહોંચી છે. ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ખાબકેલ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે. અરવલ્લી જિલ્લા માં ગતરાત્રીના સમયે બહુ લાંબા સમય બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરજ તાલુકાના જીતપુર, અદાપૂર, પાંડુલી,શણગાલ, કુનોલ, વાવ, કંપાના વિસ્તારોમાં તમામ ખેતરોમાં પાણી ભરાયા છે. મોડાસા તાલુકાના ઉમેદપુર, ઇસરોલ, શામળાજી હાઇવેના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ખેડૂતોએ કરેલ મગફળી, સોયાબીન, કપાસ અને જુવારનો પાક પાણીમાં ડૂબ્યો છે. ખેડૂતોએ ખેતરોમાં મોંઘા ભાવના ખાતર-બિયારણ માથે પડ્યા છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનિય છે. ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તેમજ માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અગાઉ વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

Aravalli: ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુનોખ અને વાશેરાકંપાના ખેતરો પાણીથી તરબોડ
  • ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો
  • તળાવ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ

અરવલ્લીના ભિલોડા ખાતેના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. જેમાં સુનોખ અને વાશેરાકંપાના ખેતરો પાણીથી તરબોડ થયા છે. ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ડૂબ્યો છે. તેમજ કંપાના ખેડૂતોની પણ દયનીય સ્થિતિ છે. તથા ખેતરોમાં નાખેલી ડ્રિપ પાણીમાં તણાઈ છે. તેમજ ડ્રિપની પાઇપો એક ખેતરમાંથી બીજા ખેતરમાં પહોંચી છે.

ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો

ખેતીમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ખાબકેલ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો છે. અરવલ્લી જિલ્લા માં ગતરાત્રીના સમયે બહુ લાંબા સમય બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરજ તાલુકાના જીતપુર, અદાપૂર, પાંડુલી,શણગાલ, કુનોલ, વાવ, કંપાના વિસ્તારોમાં તમામ ખેતરોમાં પાણી ભરાયા છે. મોડાસા તાલુકાના ઉમેદપુર, ઇસરોલ, શામળાજી હાઇવેના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ખેડૂતોએ કરેલ મગફળી, સોયાબીન, કપાસ અને જુવારનો પાક પાણીમાં ડૂબ્યો છે. ખેડૂતોએ ખેતરોમાં મોંઘા ભાવના ખાતર-બિયારણ માથે પડ્યા છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનિય છે.

ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો

અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. તેમજ માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અગાઉ વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.