Ahmedabad News : ગુજરાતમાં હીટવેવ સામે લડવા સરકારનો એક્શન પ્લાન તૈયાર

આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીના વડપણમાં બેઠકપ્રવાસન સ્થળોને બપોરે બંધ રાખવા સહિતના પગલાં ભરાશે હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો ગુજરાતમાં આગામી સમયમાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રામ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. સીએમએ નાગરિકોને સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા સહિતના સૂચનો કર્યા હતા. રાહત કમિશનરે મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની સ્થિતિને કારણે હીટવેવ આવતા નથી, તેમ છતાં જો હીટવેવ આવે તો એક્શન પ્લાન તૈયાર છે.

Ahmedabad News : ગુજરાતમાં હીટવેવ સામે લડવા સરકારનો એક્શન પ્લાન તૈયાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીના વડપણમાં બેઠક
  • પ્રવાસન સ્થળોને બપોરે બંધ રાખવા સહિતના પગલાં ભરાશે
  • હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો

ગુજરાતમાં આગામી સમયમાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રામ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.

સીએમએ નાગરિકોને સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા સહિતના સૂચનો કર્યા હતા.

રાહત કમિશનરે મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની સ્થિતિને કારણે હીટવેવ આવતા નથી, તેમ છતાં જો હીટવેવ આવે તો એક્શન પ્લાન તૈયાર છે.