Gujarat Weather: ગરમી મામલે રાહત મળશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી મોટાભાગના શહેરોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી કંડલામાં 43.7 ડિગ્રી, બરોડા અને ડીસામાં 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 41.6 ડિગ્રી તેમજ આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર કાલથી તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેશે. મે મહિનાનો છેલ્લો સપ્તાહ પસાર થઈ રહ્યો છે અને આ સાથે જ ગરમીએ તેનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મોત થયા છે. આ દર્દી સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દાખલ હતા. હીટસ્ટ્રોકના કારણે એક દિવસમાં બે દર્દીઓનાં મોત નીપજ્યા છે. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. એક દર્દીને 104 ડિગ્રી તો બીજા દર્દીને 105 ડિગ્રી તાવ સાથે દાખલ કરાયો હતો. હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર છે. ગરમી વધતા દર્દીઓનો ધસારો વધ્યો હતો અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસ માટે નવો વોર્ડ તૈયાર કરાયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ઉભો કરાયો છે. ગરમી વધતા દર્દીઓનો ધસારો વધ્યો હતો. સ્થિતિને જોતા તાત્કાલિક અન્ય વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે. સતત 2 દિવસથી હિટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે. લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે સાંજના સમયે હીટસ્ટ્રોકના કેસ વધુ આવે છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે.

Gujarat Weather: ગરમી મામલે રાહત મળશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી
  • મોટાભાગના શહેરોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું
  • ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી

રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 1થી 2 ડિગ્રી ઘટ્યું છે. ગઈકાલે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 44.4 ડિગ્રી રહ્યું છે. તેમજ ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી કંડલામાં 43.7 ડિગ્રી, બરોડા અને ડીસામાં 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 41.6 ડિગ્રી તેમજ આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર

કાલથી તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેશે. મે મહિનાનો છેલ્લો સપ્તાહ પસાર થઈ રહ્યો છે અને આ સાથે જ ગરમીએ તેનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, માત્ર એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મોત થયા છે. આ દર્દી સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દાખલ હતા. હીટસ્ટ્રોકના કારણે એક દિવસમાં બે દર્દીઓનાં મોત નીપજ્યા છે. 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. એક દર્દીને 104 ડિગ્રી તો બીજા દર્દીને 105 ડિગ્રી તાવ સાથે દાખલ કરાયો હતો. હાલ 41 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 10ની હાલત ગંભીર છે.

ગરમી વધતા દર્દીઓનો ધસારો વધ્યો હતો

અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસ માટે નવો વોર્ડ તૈયાર કરાયો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ ઉભો કરાયો છે. ગરમી વધતા દર્દીઓનો ધસારો વધ્યો હતો. સ્થિતિને જોતા તાત્કાલિક અન્ય વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે. સતત 2 દિવસથી હિટસ્ટ્રોકના કેસો વધી રહ્યા છે. લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે સાંજના સમયે હીટસ્ટ્રોકના કેસ વધુ આવે છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે.