Ahmedabad Rathyatraને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે મળી મહત્વની બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગના અધિકારીઓ રહ્યાં હાજર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યાં હાજર અમદાવાદ જગાનાથ રથયાત્રાને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.કેબિનેટ બેઠક બાદ આ મહત્વની બેઠક મળી હતી જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈ અલગ-અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ગૃહ વિભાગ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.અમદાવાદ શહેર પોલીસ કમિશનર આ બેઠકમાં રહ્યા હતા હાજર. પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી કે, ભગવાનના દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામૂકી કરે નહીં. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક લોકો ભગવાનના દર્શન રથની નજીકથી જ કરે તે જરૂરી નથી. દૂરથી ભગવાનના દર્શન કરી શકાય છે. પોલીસની તૈયારીઓને આખરી મહોર અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસે હેલિકોપ્ટર મારફતે એર સર્વેલન્સ કર્યુ રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે.સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ.રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે. 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે. રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

Ahmedabad Rathyatraને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે મળી મહત્વની બેઠક
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગૃહ વિભાગના અધિકારીઓ રહ્યાં હાજર
  • પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યાં હાજર

અમદાવાદ જગાનાથ રથયાત્રાને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.કેબિનેટ બેઠક બાદ આ મહત્વની બેઠક મળી હતી જેમાં રથયાત્રાની સુરક્ષાને લઈ અલગ-અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ગૃહ વિભાગ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.અમદાવાદ શહેર પોલીસ કમિશનર આ બેઠકમાં રહ્યા હતા હાજર.

પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય તેના માટે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ લોકોને અપીલ કરી હતી કે, ભગવાનના દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામૂકી કરે નહીં. રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક લોકો ભગવાનના દર્શન રથની નજીકથી જ કરે તે જરૂરી નથી. દૂરથી ભગવાનના દર્શન કરી શકાય છે.

પોલીસની તૈયારીઓને આખરી મહોર

અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પોલીસે હેલિકોપ્ટર મારફતે એર સર્વેલન્સ કર્યુ

રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ છે,બે દિવસ અગાઉ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા એર સર્વલન્સ કરવામાં આવ્યું હતુ.શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે.સાથે સાથે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી થશે સર્વેલન્સ.રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.

3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે

આ વખતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઈઝરાયેલી ટેક્નોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે. આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે. જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે. જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે.

રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.