Dang જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

વરસાદથી આહ્લાદક વાતાવરણ સર્જાયુ પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નયનરમ્ય દ્રશ્યો જોવા ઉમટ્યા છે. તેમજ વરસાદથી આહ્લાદક વાતાવરણનું નિર્માણ થયુ છે. તથા પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા છે. સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ચોમાસાની જમાવટ સાથે વન વિસ્તાર અને ગિરિમથકની સુંદરતા ખીલી ઉઠી છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ સ્થિત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમાં વાતાવરણનું સાક્ષી બન્યુ છે. વરસાદ સાથે સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું નજરે પડી રહ્યું છે. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ કુદરતી સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યનું સર્જન થઈ રહ્યું છે. ધુમ્મસની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર થઈ છે. ડાંગ જિલ્લાના સાર્વત્રિક વરસાદને પગલે ડાંગના ધરતીપુત્ર ખેતી કામે જોતરાઈ ગયા છે તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થવા લાગતા જ શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકોએ દોડ મૂકી છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું છે.

Dang જિલ્લામાં વરસાદ બાદ બાહુબલી ફિલ્મ જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદથી આહ્લાદક વાતાવરણ સર્જાયુ
  • પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા
  • સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો

ડાંગ જિલ્લામાં વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નયનરમ્ય દ્રશ્યો જોવા ઉમટ્યા છે. તેમજ વરસાદથી આહ્લાદક વાતાવરણનું નિર્માણ થયુ છે. તથા પ્રકૃતિ પ્રેમીઓ વાતાવરણની મોજ માણવા ઉમટ્યા છે.

સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો

ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ચોમાસાની જમાવટ સાથે વન વિસ્તાર અને ગિરિમથકની સુંદરતા ખીલી ઉઠી છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ સ્થિત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમાં વાતાવરણનું સાક્ષી બન્યુ છે. વરસાદ સાથે સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું નજરે પડી રહ્યું છે. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે.

સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ કુદરતી સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યનું સર્જન થઈ રહ્યું છે. ધુમ્મસની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર થઈ છે. ડાંગ જિલ્લાના સાર્વત્રિક વરસાદને પગલે ડાંગના ધરતીપુત્ર ખેતી કામે જોતરાઈ ગયા છે તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થવા લાગતા જ શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકોએ દોડ મૂકી છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું છે.