Ambaji તરફ જતા માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠયા, ભકતોમાં ખુશીનો માહોલ
ભાદરવી મહાપૂનમની શરૂઆત થતા જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે જોકે હાલમાં સાબરકાંઠા માંથી પસાર થતાં તમામ માર્ગો ઉપર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે તેમજ પદયાત્રીઓના નાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે.સાથોસાથ વિવિધ સંસ્થાઓ તેમજ સેવા ભાવના ધરાવનારા લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે વિશામાઓનું પણ આયોજન કરાયું છે. પદયાત્રીઓની થઈ શરૂઆત સાબરકાંઠામાંથી પસાર થતાં તમામ માર્ગો ઉપર હાલમાં બોલ મારી અંબે જય જય અંબે ના નાદ ગુંજી રહ્યા છે ગુજરાતના સરહદી જિલ્લાઓ સહિત આસપાસના રાજ્યોથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ ચાલી રહ્યા છે નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ સંઘો સહિતમાં અંબેની ધજા સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે જોકે આજની તારીખે સતત 10 km ચાલવું પણ અતિશય પીડા આપનારું બની રહેતું હોય છે ત્યારે જગતજનની માં જગદંબાના ચરણે શીશ નમાવવા તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાનમાં અંબે ને પોતાની નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે.જોકે કેટલાય કિલોમીટરનું અંતર કાપવા છતાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓને જગતજનની માં જગદંબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા હોવા છતાં કોઈપણ પ્રકારના થાકનો અનુભવ નથી તેમ જ માં અંબે ઉપર આસ્થા અને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય તેમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે. આવતીકાલથી મેળાની થશે શરૂઆત આવતીકાલથી માં જગત જનની અંબાનો ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી સેંકડો kmની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઉઠયું. આરતીના સમયમાં ફેરફાર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાદરવી મહાપૂનમની શરૂઆત થતા જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે જોકે હાલમાં સાબરકાંઠા માંથી પસાર થતાં તમામ માર્ગો ઉપર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે તેમજ પદયાત્રીઓના નાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે.સાથોસાથ વિવિધ સંસ્થાઓ તેમજ સેવા ભાવના ધરાવનારા લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે વિશામાઓનું પણ આયોજન કરાયું છે.
પદયાત્રીઓની થઈ શરૂઆત
સાબરકાંઠામાંથી પસાર થતાં તમામ માર્ગો ઉપર હાલમાં બોલ મારી અંબે જય જય અંબે ના નાદ ગુંજી રહ્યા છે ગુજરાતના સરહદી જિલ્લાઓ સહિત આસપાસના રાજ્યોથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ ચાલી રહ્યા છે નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ સંઘો સહિતમાં અંબેની ધજા સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે જોકે આજની તારીખે સતત 10 km ચાલવું પણ અતિશય પીડા આપનારું બની રહેતું હોય છે ત્યારે જગતજનની માં જગદંબાના ચરણે શીશ નમાવવા તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાનમાં અંબે ને પોતાની નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે.જોકે કેટલાય કિલોમીટરનું અંતર કાપવા છતાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓને જગતજનની માં જગદંબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા હોવા છતાં કોઈપણ પ્રકારના થાકનો અનુભવ નથી તેમ જ માં અંબે ઉપર આસ્થા અને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય તેમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે.
આવતીકાલથી મેળાની થશે શરૂઆત
આવતીકાલથી માં જગત જનની અંબાનો ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી સેંકડો kmની પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઉઠયું.
આરતીના સમયમાં ફેરફાર
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામ ને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શન નાં સમય માં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળા નાં મેળાના સાતે દિવસ સવાર ની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.