Mehsanaના જોટાણમાં ખેતરોમાં ફરી વળ્યા ઓઈલયુકત પાણી, પાકને મોટુ નુકસાન

હેસાણાના જોટાણામાં ઓઈલયુક્ત પાણી ઓએનજીસીના કર્મચારીઓએ છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.ખેતરમાં ઓઈલયુકત પાણીથી ઉભા પાકને નુકસાન થયું છે,ખેડૂતોનો આક્ષેપ છે કે,ઓએનજીસીની અધિકારીઓ દ્રારા આ પાણી છોડવામાં આવે છે,આ એક વખતનું નહી પણ અગાઉ પણ આ જ રીતે ઓએનજીસીના પાણી ખેતરોમાં ફરી વળ્યા અને દિવસો સુધી આ પાણી ઉતરતા નથી. પાકને થયું નુકસાન જોટાણા ગામેથી ઓએનજીસીની લાઈન પસાર થતી હોવાથી ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ આજ રીતે પાણી છોડવામાં આવે છે પરંતુ અધિકારીઓ કેમ આ પાણી છોડે છે તેને લઈ ખબર નથી પડતી,ખેડૂતોનું કહેવું છે કે,ઓઈલયુકત પાણી છોડાતા ઉભા પાકને નુકસાન થાય છે અને પાક જમીનમાંથી બળી જાય છે,ઓઈલના કારણે આખા ખેતરોમાં તેમજ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પણ મારે છે.ત્યારે પાક નુકસાનને લઈ કોને રજૂઆત કરવી તે પણ એક સવાલ છે. અધિકારીઓ નથી સાંભળતા ખેડૂતોનું જોટાણા ગામના ખેડૂતોનું કહેવું છે કે,અગાઉ પણ ઓએનજીસીના અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રને આ બાબતે રજૂઆત કરી હતી તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ત્યારે અગામી સમયમાં આવી રીતે ઓઈલયુકત પાણી છોડવામાં આવશે તો અમે ખેતી નહી કરી શકીએ,પાણી છોડવાને લઈ કોઈ ધ્યાન પણ દોરવામાં આવતું નથી,જયારે ખેતરમાં આવીએ છીએ ત્યારે ખબર પડે કે ખેતરમાં ઓઈલયુકત પાણી છે,જો અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ધરણા કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.  

Mehsanaના જોટાણમાં ખેતરોમાં ફરી વળ્યા ઓઈલયુકત પાણી, પાકને મોટુ નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હેસાણાના જોટાણામાં ઓઈલયુક્ત પાણી ઓએનજીસીના કર્મચારીઓએ છોડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.ખેતરમાં ઓઈલયુકત પાણીથી ઉભા પાકને નુકસાન થયું છે,ખેડૂતોનો આક્ષેપ છે કે,ઓએનજીસીની અધિકારીઓ દ્રારા આ પાણી છોડવામાં આવે છે,આ એક વખતનું નહી પણ અગાઉ પણ આ જ રીતે ઓએનજીસીના પાણી ખેતરોમાં ફરી વળ્યા અને દિવસો સુધી આ પાણી ઉતરતા નથી.

પાકને થયું નુકસાન

જોટાણા ગામેથી ઓએનજીસીની લાઈન પસાર થતી હોવાથી ખેડૂતોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ આજ રીતે પાણી છોડવામાં આવે છે પરંતુ અધિકારીઓ કેમ આ પાણી છોડે છે તેને લઈ ખબર નથી પડતી,ખેડૂતોનું કહેવું છે કે,ઓઈલયુકત પાણી છોડાતા ઉભા પાકને નુકસાન થાય છે અને પાક જમીનમાંથી બળી જાય છે,ઓઈલના કારણે આખા ખેતરોમાં તેમજ આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પણ મારે છે.ત્યારે પાક નુકસાનને લઈ કોને રજૂઆત કરવી તે પણ એક સવાલ છે.


અધિકારીઓ નથી સાંભળતા ખેડૂતોનું

જોટાણા ગામના ખેડૂતોનું કહેવું છે કે,અગાઉ પણ ઓએનજીસીના અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રને આ બાબતે રજૂઆત કરી હતી તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી,ત્યારે અગામી સમયમાં આવી રીતે ઓઈલયુકત પાણી છોડવામાં આવશે તો અમે ખેતી નહી કરી શકીએ,પાણી છોડવાને લઈ કોઈ ધ્યાન પણ દોરવામાં આવતું નથી,જયારે ખેતરમાં આવીએ છીએ ત્યારે ખબર પડે કે ખેતરમાં ઓઈલયુકત પાણી છે,જો અગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ધરણા કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.