Chotila: બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવીને છરીથી જીવલેણ હુમલો કર્યો

ચોટીલામાં રહેતા અને ગેરેજનું કામ કરતા યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા એક શખ્સે કારમાં બેસાડવાની ના પાડી હતી. આ બાબતે થયેલ સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાયો છે. જેમાં યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયો છે. બનાવની હત્યાની કોશિષની કલમો સાથે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતો 22 વર્ષીય નવાઝ યુસુફભાઈ મહેલાણી ગેરેજનું કામ જાણે છે. ગત તા. 27ના રોજ રાત્રે તેના મિત્ર વિજય અશોકભાઈ કોળીનું બાઈક વાંકાનેરના ભલગામના રસ્તે બંધ પડી ગયુ હોવાથી નવાઝ બાઈક લઈને ત્યાં જતો હતો. જેમાં ચોટીલા બાઉન્ડ્રી પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. આથી તેણે તેના મિત્ર વિજયને આ જાણ કરતા વિજય અને અબ્દુલ ઉર્ફે અફઝલ કરીમભાઈ મેમણ કાર લઈને ત્યાં આવ્યા હતા. જેમાં વિજયે નવાઝને કારમાં બેસવાનું કહેતા અબ્દુલે ના પાડી હતી. અને બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં નવાઝને સારવાર માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાયો હતો. આ સમયે અબ્દુલે નવાઝના ભાઈને ફોન કરી સમાધાન માટે ચોટીલા હાઈવે પર ભવાની હોટલ પાસેના સીએનજી પંપે બોલાવ્યા હતા. જેમાં નવાઝ સહિતનાઓ રિક્ષામાં ગયા હતા. જેમાં અબ્દુલે અપશબ્દો કહી તને શેની હવા છે ? તેમ કહી છરીના ઘા ડાબા પડખે અને છાતીના ભાગે મારી ઈજા કરી અબ્દુલ ફરાર થઈ ગયો હતો. જેમાં ગંભીર હાલતમાં નવાઝને સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે અબ્દુલ ઉર્ફે અફઝલ કરીમભાઈ મેમણ સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ ડી. એ. સાંખટ ચલાવી રહ્યા છે.

Chotila: બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવીને છરીથી જીવલેણ હુમલો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચોટીલામાં રહેતા અને ગેરેજનું કામ કરતા યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા એક શખ્સે કારમાં બેસાડવાની ના પાડી હતી. આ બાબતે થયેલ સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરાયો છે. જેમાં યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયો છે. બનાવની હત્યાની કોશિષની કલમો સાથે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલાના શાસ્ત્રીનગરમાં રહેતો 22 વર્ષીય નવાઝ યુસુફભાઈ મહેલાણી ગેરેજનું કામ જાણે છે. ગત તા. 27ના રોજ રાત્રે તેના મિત્ર વિજય અશોકભાઈ કોળીનું બાઈક વાંકાનેરના ભલગામના રસ્તે બંધ પડી ગયુ હોવાથી નવાઝ બાઈક લઈને ત્યાં જતો હતો. જેમાં ચોટીલા બાઉન્ડ્રી પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. આથી તેણે તેના મિત્ર વિજયને આ જાણ કરતા વિજય અને અબ્દુલ ઉર્ફે અફઝલ કરીમભાઈ મેમણ કાર લઈને ત્યાં આવ્યા હતા. જેમાં વિજયે નવાઝને કારમાં બેસવાનું કહેતા અબ્દુલે ના પાડી હતી. અને બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં નવાઝને સારવાર માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાયો હતો. આ સમયે અબ્દુલે નવાઝના ભાઈને ફોન કરી સમાધાન માટે ચોટીલા હાઈવે પર ભવાની હોટલ પાસેના સીએનજી પંપે બોલાવ્યા હતા. જેમાં નવાઝ સહિતનાઓ રિક્ષામાં ગયા હતા. જેમાં અબ્દુલે અપશબ્દો કહી તને શેની હવા છે ? તેમ કહી છરીના ઘા ડાબા પડખે અને છાતીના ભાગે મારી ઈજા કરી અબ્દુલ ફરાર થઈ ગયો હતો. જેમાં ગંભીર હાલતમાં નવાઝને સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો. બનાવની ચોટીલા પોલીસ મથકે અબ્દુલ ઉર્ફે અફઝલ કરીમભાઈ મેમણ સામે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ ડી. એ. સાંખટ ચલાવી રહ્યા છે.