Rajkotમાં બોગસ દસ્તાવેજ કેસમાં મોટા સમાચાર, માસ્ટર માઇન્ડને પોલીસે દબોચ્યો...ખુલ્યા અનેક રાઝ

રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ થયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે.રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ કમિશનર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. Dcpના સુપરવિઝનમાં પ્રદ્યુમન નગરના સેકન્ડ પી.આઇ ડોબરીયા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જે 17 બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા તેમાં કોઠારીયા વિસ્તાર, રૈયા વિસ્તાર, મવડી વિસ્તાર, મઘરવાડા ગામ અને રાજકોટ તાલુકાના સર્વે નંબરોના દસ્તાવેજ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. નકલી દસ્તાવેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. 17 દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા કૌભાંડીઓએ જે 17 દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જમીન-મકાનોના દસ્તાવેજોમાં છેડછાડ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. પોલીસ સબરજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરી શકે છે. રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટારની અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજને લગતું કૌભાંડ 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. હાલમાં પોલીસ દ્વારા નકલી દસ્તાવેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.

Rajkotમાં બોગસ દસ્તાવેજ કેસમાં મોટા સમાચાર, માસ્ટર માઇન્ડને પોલીસે દબોચ્યો...ખુલ્યા અનેક રાઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ થયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની પોલીસે અમદાવાદથી ધરપકડ કરી છે.

રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં પોલીસ કમિશનર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. Dcpના સુપરવિઝનમાં પ્રદ્યુમન નગરના સેકન્ડ પી.આઇ ડોબરીયા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જે 17 બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા તેમાં કોઠારીયા વિસ્તાર, રૈયા વિસ્તાર, મવડી વિસ્તાર, મઘરવાડા ગામ અને રાજકોટ તાલુકાના સર્વે નંબરોના દસ્તાવેજ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. નકલી દસ્તાવેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. 

17 દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા

કૌભાંડીઓએ જે 17 દસ્તાવેજોમાં ચેડા કર્યા તેની બજાર કિંમત 560 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જમીન-મકાનોના દસ્તાવેજોમાં છેડછાડ કરીને કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. પોલીસ સબરજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરી શકે છે. 

રાજકોટના જંકશન વિસ્તારમાં આવેલી સબ રજીસ્ટારની અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજને લગતું કૌભાંડ 15 મહિનાથી ધમધમી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સબ રજીસ્ટાર અતુલ દેસાઈ દ્વારા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઈઝર જયદીપ ઝાલા, વકીલ કિશન ચાવડા અને પૂર્વ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર હર્ષ સોની સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. હાલમાં પોલીસ દ્વારા નકલી દસ્તાવેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.