Bhavnagar: વરસાદી માહોલ વચ્ચે બે વૃક્ષ ધરાશાયી, અવરજવર માટે રસ્તો થયો બંધ
ભાવનગર શહેરમાં 2 અલગ-અલગ જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયીતિલકનગરના સૌરભ બંગલા નજીક કાર પર વૃક્ષ થયું ધરાશાયી વૃક્ષ ધરાશાયી થતાં લોકોની અવરજવર માટે રસ્તો પણ થયો બંધ આજે સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી ભાવનગરમાં ભારે પવન અને વરસાદના કારણે બે વૃક્ષો ધરાશાયી છે. શહેરના બે અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના તિલકનગરના સૌરભ બંગ્લા પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે, આ વૃક્ષ પાસે ઈકો કાર ઉભી હતી, તેની પર જ ધરાશાયી થતાં કારને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ત્યારે રસ્તા ઉપર જ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો પણ લોકોની અવરજવર માટે બંધ થઈ ગયો છે. જો કે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણકારી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી છે. સેલવાસમાં ઝાડ પડતાં 2 વ્યક્તિ ઘાયલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ત્યારે બીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આ ઘટના બની છે. સેલવાસમાં વૃક્ષ ધરાશાયી થતાં બે વ્યક્તિ ઘાયલ થયા છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ આજે રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને બપોરના સમયથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, ત્યારે શહેરના કાલાવડ રોડ પર બીઆરટીએસ અને સીટી બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ભરાયેલા પાણીમાં તે બંધ થઈ ગઈ હતી અને જેના કારણે બસમાં પાણી ઘુસ્યા હતા તો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાવનગર શહેરમાં 2 અલગ-અલગ જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી
- તિલકનગરના સૌરભ બંગલા નજીક કાર પર વૃક્ષ થયું ધરાશાયી
- વૃક્ષ ધરાશાયી થતાં લોકોની અવરજવર માટે રસ્તો પણ થયો બંધ
આજે સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ છે. ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે બે જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી
ભાવનગરમાં ભારે પવન અને વરસાદના કારણે બે વૃક્ષો ધરાશાયી છે. શહેરના બે અલગ અલગ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના તિલકનગરના સૌરભ બંગ્લા પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે, આ વૃક્ષ પાસે ઈકો કાર ઉભી હતી, તેની પર જ ધરાશાયી થતાં કારને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ત્યારે રસ્તા ઉપર જ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો પણ લોકોની અવરજવર માટે બંધ થઈ ગયો છે. જો કે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાની જાણકારી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી છે.
સેલવાસમાં ઝાડ પડતાં 2 વ્યક્તિ ઘાયલ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ત્યારે બીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આ ઘટના બની છે. સેલવાસમાં વૃક્ષ ધરાશાયી થતાં બે વ્યક્તિ ઘાયલ થયા છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં BRTS અને સીટી બસ પાણીમાં ફસાઈ
આજે રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને બપોરના સમયથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે, ત્યારે શહેરના કાલાવડ રોડ પર બીઆરટીએસ અને સીટી બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક ભરાયેલા પાણીમાં તે બંધ થઈ ગઈ હતી અને જેના કારણે બસમાં પાણી ઘુસ્યા હતા તો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.