Aravalli: મોડાસાની પરિણીતા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોએ બે વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ

મોડાસાની એક પરિણીતા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ રાજસ્થાનના ત્રણેય શખ્સોએ દુષ્કર્મ આચરી બે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી મહિલાએ ત્રણેય ઇસમો વિરુદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મોડાસાની 29 વર્ષીય પરણિત મહિલાને ફોન કરી લોભામણી લાલચો આપી રાજસ્થાન બોલાવી પરપ્રાંતીય ઈસમે આ મહિલા ઉપર દુષ્કર્મ આચરી મારઝુડ કરી ગોંધી રાખી હતી. ત્યારબાદ મુખ્ય આરોપીએ મહિલાને અન્ય ઇસમને હવાલે કરતા તેને પણ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રીજા ઇસમને હવાલે કરી હતી. ત્રીજા ઇસમે પણ મહિલાને ગોંધી રાખી ગર્ભવતી બનાવી બાળકને જન્મ આપવા મજબૂર કરી ગોંધી રાખી હતી. પોલીસની ટીમે રાજસ્થઆન રવાના થઈ આ આરોપીઓની ચુંગલમાંથી ભાગી આવેલ મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દુષ્કર્મ, માનવ હેરાફેરી અને મહિલાને બે વર્ષ સુધી ગોંધી રાખવાનો ગુનો નોંધ્યો હતો. મોડાસા ટાઉન પોલીસની ટીમે અરોપીઓને ઝડપી લેવા રાજસ્થાન રવાના થઈ હતી. બે વર્ષ સુધી 3 શખ્સોએ મહિલાને હવનો ભોગ બનાવી મહિસાગર જિલ્લાના એક ગામની યુવતીના મોડાસા લગ્ન થયા હતા. નગરના લઘુમતી વિસ્તારમાં રહેતી મહિલા ઉપર એક દિવસે કોઈ અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાતચીત કરતા પરિચય વધ્યો હતો. એક દિવસે કોટા રાજસ્થાનના ઇસમે પરિણીતાને લોભામણી લાલચો આપી મળવા માટે રાજસ્થાન બોલાવી હતી. ત્યારબાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગોંધી રાખી મહિલાની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હતો. બે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી આરોપીનું નામ મહિલાએ સરદારભાઈ જણાવ્યું હતું. આ ઇસમે થોડાક સમય બાદ મહિલાને અન્ય ઇસમ લક્ષ્મણભાઈના હવાલે કરતા તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ લક્ષ્મણે મહિલાને ધનરાજ તવંરને હવાલે કરતા તેણે પણ મહિલાને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરી મહિલાને ગર્ભવતી બનાવી હતી. 3 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ બે વર્ષ સુધી ત્રણ-ત્રણ આરોપીઓની હવસનો ભોગ બનેલી મહિલા આરોપી ધનરાજના પુત્રની માતા બની હતી. આખરે આરોપીઓની ચુંગલમાંથી ભાગી આવેલ મહિલા તેના પીયરમાં પહોંચી હતી અને ગત શુક્રવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી મોડાસા ટાઉન પોલીસે મહિલાની ફરિયાદના આધારે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી, મારઝુડ કરી જુદા જુદા સ્થળે દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગેરકાયદેસર અટકાયત, માનવ હેરાફેરી અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી.

Aravalli: મોડાસાની પરિણીતા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોએ બે વર્ષ સુધી આચર્યુ દુષ્કર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોડાસાની એક પરિણીતા સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ
  • રાજસ્થાનના ત્રણેય શખ્સોએ દુષ્કર્મ આચરી બે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી
  • મહિલાએ ત્રણેય ઇસમો વિરુદ્ધ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મોડાસાની 29 વર્ષીય પરણિત મહિલાને ફોન કરી લોભામણી લાલચો આપી રાજસ્થાન બોલાવી પરપ્રાંતીય ઈસમે આ મહિલા ઉપર દુષ્કર્મ આચરી મારઝુડ કરી ગોંધી રાખી હતી. ત્યારબાદ મુખ્ય આરોપીએ મહિલાને અન્ય ઇસમને હવાલે કરતા તેને પણ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ત્રીજા ઇસમને હવાલે કરી હતી. ત્રીજા ઇસમે પણ મહિલાને ગોંધી રાખી ગર્ભવતી બનાવી બાળકને જન્મ આપવા મજબૂર કરી ગોંધી રાખી હતી.

પોલીસની ટીમે રાજસ્થઆન રવાના થઈ

આ આરોપીઓની ચુંગલમાંથી ભાગી આવેલ મહિલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ દુષ્કર્મ, માનવ હેરાફેરી અને મહિલાને બે વર્ષ સુધી ગોંધી રાખવાનો ગુનો નોંધ્યો હતો. મોડાસા ટાઉન પોલીસની ટીમે અરોપીઓને ઝડપી લેવા રાજસ્થાન રવાના થઈ હતી.

બે વર્ષ સુધી 3 શખ્સોએ મહિલાને હવનો ભોગ બનાવી

મહિસાગર જિલ્લાના એક ગામની યુવતીના મોડાસા લગ્ન થયા હતા. નગરના લઘુમતી વિસ્તારમાં રહેતી મહિલા ઉપર એક દિવસે કોઈ અજાણ્યા ઇસમનો ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાતચીત કરતા પરિચય વધ્યો હતો. એક દિવસે કોટા રાજસ્થાનના ઇસમે પરિણીતાને લોભામણી લાલચો આપી મળવા માટે રાજસ્થાન બોલાવી હતી. ત્યારબાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગોંધી રાખી મહિલાની મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હતો.

બે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી

આરોપીનું નામ મહિલાએ સરદારભાઈ જણાવ્યું હતું. આ ઇસમે થોડાક સમય બાદ મહિલાને અન્ય ઇસમ લક્ષ્મણભાઈના હવાલે કરતા તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ લક્ષ્મણે મહિલાને ધનરાજ તવંરને હવાલે કરતા તેણે પણ મહિલાને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરી મહિલાને ગર્ભવતી બનાવી હતી.

3 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

બે વર્ષ સુધી ત્રણ-ત્રણ આરોપીઓની હવસનો ભોગ બનેલી મહિલા આરોપી ધનરાજના પુત્રની માતા બની હતી. આખરે આરોપીઓની ચુંગલમાંથી ભાગી આવેલ મહિલા તેના પીયરમાં પહોંચી હતી અને ગત શુક્રવારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોડાસા ટાઉન પોલીસે મહિલાની ફરિયાદના આધારે વર્ષ સુધી મહિલાને ગોંધી રાખી, મારઝુડ કરી જુદા જુદા સ્થળે દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગેરકાયદેસર અટકાયત, માનવ હેરાફેરી અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી હતી.