પૈસાની લેતી દેતી ના મનદુઃખમાં મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સોએ ઘરવખરીને પેટ્રોલ છાંટી લગાડી આગ

Jamnagar Crime News : જામનગરમાં માછર નગરના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા, અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતીનું મનદુઃખ રાખીને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો, જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી 1,45,000 ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. જે મામલે બંને સખતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 23, રૂમ નંબર 270 માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરીયા નામની 50 વર્ષની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઇ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજ સિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી જોસનાબેનના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતી ના મામલે મનદુ:ખ ચાલતું હતું. જે મનદુઃખના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા, અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો, હતો. ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ 45 હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું, અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા. જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા. પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.આ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બી.એન.એસ કલમ 326 (જી)" 351-3 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.

પૈસાની લેતી દેતી ના મનદુઃખમાં મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સોએ ઘરવખરીને પેટ્રોલ છાંટી લગાડી આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Crime News : જામનગરમાં માછર નગરના એક બ્લોકમાં રહેતી મહિલાના ઘરમાં ગઈકાલે બે શખ્સો ઘુંસી આવ્યા હતા, અને મહિલાના પુત્રની સાથેની પૈસાની જૂની લેતીનું મનદુઃખ રાખીને પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો, જેમાં પલંગના ઓશિકા નીચે રાખેલી 1,45,000 ની રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. જે મામલે બંને સખતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં મચ્છરનગર હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 23, રૂમ નંબર 270 માં રહેતી જોસનાબેન રમેશભાઈ પાનસુરીયા નામની 50 વર્ષની મહિલાએ પોતાના ઘરમાં ઘૂસી જઇ પેટ્રોલ છાંટી ઘરવખરી સળગાવી નાખવા અંગે તેમ તેની સાથે એક લાખ પિસ્તાલિસ હજારની રોકડ રકમ સળગાવી નાખવા અંગે ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજ સિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી જોસનાબેનના પુત્ર કિશન કે જેને આરોપી સાથે પૈસાની લેતી દેતી ના મામલે મનદુ:ખ ચાલતું હતું. જે મનદુઃખના કારણે ગઈકાલે બંને શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા, અને તારા પુત્ર પાસે પૈસા લેવાના છે તેમ કહી મહિલા સાથે ઝઘડો કર્યો, હતો. ત્યારબાદ મહિલા દ્વારા ઘરમાં પડેલા પલંગના ઓશિકા નીચે એક લાખ 45 હજારની રોકડ રકમ હતી, ઉપરાંત ઘરમાં પડેલી ઘરવખરી જે તમામ ઉપર બંને આરોપીઓએ પ્રવાહી છાંટી દીધું હતું, અને દિવાસળી ચાંપી દઈ ભાગી છૂટ્યા હતા. જેથી ઘરમાં આગ લાગી ગઈ હતી અને તમામ રોકડ રકમ અને ઘરવખરી બળીને ખાખ થયા હતા. પોતે ડરના માર્યા ઘર છોડીને બહાર નીકળી ગયા પછી જોસનાબેને જામનગર ના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.

આ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીય સિધ્ધરાજસિંહ તેમજ યશપાલસિંહ વાળા સામે બી.એન.એસ કલમ 326 (જી)" 351-3 અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. આગના બનાવવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.