આંધ્રપ્રદેશના દિવ્યાંગ યુવકનું 1 વર્ષ બાદ ભરૂચમાં માતા-પિતા સાથે મિલન
હજુ પણ માનવતા જીવંતઆંધ્ર પ્રદેશના કરનાલનો મુસ્તફા અબ્દુલખાન એક વર્ષ પહેલા ઘરેથી મુંબઈ તરફની ટ્રેનમાં બેસી ગયો હતો, દિવ્યાંગ મુસ્તફાખાન બોલી શકતો ન હતો તે માત્ર લખી જ શકતો હતો. દિવ્યાંગ મુસ્તફાખાનને મુંબઈ પોલીસે સામાજિક સંસ્થાને જાણ કરતા તેઓ દ્વારા ઈજાગ્રસ્ત મુસ્તફા ખાનને જે તે સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રાકેશભાઈ ભટ્ટ દ્વારા ચાલતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને સોંપવામાં આવ્યો હતો.ભૂલથી મુંબઈની ટ્રેનમાં બેસી જતા પહોંચ્યો હતો મુંબઈ લગભગ એક વર્ષ સુધી ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિમાં તેની સાર સંભાળ ચાલી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે મુસ્તફા ખાનના પરિવારને શોધવામાં સફળતા મળી હતી. પિતાની છત્ર છાયા ગુમાવનાર દિવ્યાંગ મુસ્તફાખાનના માતા વાહીદા ખાતૂન છે અને તે પરિવારનું ગુજરાન ચલાવવા ટેલરિંગનું કામ કરે છે. તેની માતા વહીદા ખાતુનના કહેવા મુજબ એક વર્ષ પહેલા પુત્ર મુસ્તફા મુંબઈની કોઈ ટ્રેનમાં ભૂલથી બેસી ગયો હતો અને ઘણી શોધખોળ બાદ પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો, મુંબઈ પોલીસે તેમને તેમનો પુત્ર જીવિત છે અને ગુજરાતમાં ભરૂચમાં હોવાનું જણાવતા તેઓ પોતાના નવાસા અને નવાસી સાથે ભરૂચ આવ્યા હતા. ભરૂચમાં એક વર્ષ સુધી દેખરેખ રાખી માનવતા મહેકાવી પુત્રને જીવતો જોઈને આંખો ભરાઈ આવી તેમણે કહ્યું કે ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિએ મારા પુત્રની ખૂબ જ સાર સંભાળ કરીને તેને નવજીવન આપ્યું છે અને પુત્ર સાથે મિલન થયું છે. અમે સેવા યજ્ઞ સમિતિના આભારી છે. તેમ કહેતા તેની આંખો ભરાઈ આવી હતી તો બીજી તરફ સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મુંબઈ પોલીસ દિવ્યાંગ મુસ્તફાખાનને મૂકી ગઈ હતી. અમે તેની સારવાર કરી એને સાજો કર્યો, આજે તેના પરિવારમાં તેની માતા આવતા તેમને સોંપવામાં આવ્યો છે. આમ આજે એક વર્ષ પહેલાં દિવ્યાંગ મુસ્તફાખાન આંધ્રપ્રદેશથી ગુમ થયો હતો, જેનું આજે પરિવાર સાથે મિલન થયું છે. જોકે આમાં સૌથી વધુ કોઈ ધન્યતાને પાત્ર છે તે સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ છે, જેમને તેનો ઈલાજ કરાવ્યો સારવાર બાદ સંભાળ રાખી અને આજે પરિવાર સાથે મિલન કરાવ્યું. હજુ પણ માનવતા જીવંત છે અને આ જીવંત માનવતાનો એક ઉમદા દાખલો રૂપ આ ઘટના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હજુ પણ માનવતા જીવંત
આંધ્ર પ્રદેશના કરનાલનો મુસ્તફા અબ્દુલખાન એક વર્ષ પહેલા ઘરેથી મુંબઈ તરફની ટ્રેનમાં બેસી ગયો હતો, દિવ્યાંગ મુસ્તફાખાન બોલી શકતો ન હતો તે માત્ર લખી જ શકતો હતો. દિવ્યાંગ મુસ્તફાખાનને મુંબઈ પોલીસે સામાજિક સંસ્થાને જાણ કરતા તેઓ દ્વારા ઈજાગ્રસ્ત મુસ્તફા ખાનને જે તે સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રાકેશભાઈ ભટ્ટ દ્વારા ચાલતી સંસ્થા સેવા યજ્ઞ સમિતિને સોંપવામાં આવ્યો હતો.
ભૂલથી મુંબઈની ટ્રેનમાં બેસી જતા પહોંચ્યો હતો મુંબઈ
લગભગ એક વર્ષ સુધી ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિમાં તેની સાર સંભાળ ચાલી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે મુસ્તફા ખાનના પરિવારને શોધવામાં સફળતા મળી હતી. પિતાની છત્ર છાયા ગુમાવનાર દિવ્યાંગ મુસ્તફાખાનના માતા વાહીદા ખાતૂન છે અને તે પરિવારનું ગુજરાન ચલાવવા ટેલરિંગનું કામ કરે છે. તેની માતા વહીદા ખાતુનના કહેવા મુજબ એક વર્ષ પહેલા પુત્ર મુસ્તફા મુંબઈની કોઈ ટ્રેનમાં ભૂલથી બેસી ગયો હતો અને ઘણી શોધખોળ બાદ પણ તેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો, મુંબઈ પોલીસે તેમને તેમનો પુત્ર જીવિત છે અને ગુજરાતમાં ભરૂચમાં હોવાનું જણાવતા તેઓ પોતાના નવાસા અને નવાસી સાથે ભરૂચ આવ્યા હતા.
ભરૂચમાં એક વર્ષ સુધી દેખરેખ રાખી માનવતા મહેકાવી
પુત્રને જીવતો જોઈને આંખો ભરાઈ આવી તેમણે કહ્યું કે ભરૂચમાં સેવા યજ્ઞ સમિતિએ મારા પુત્રની ખૂબ જ સાર સંભાળ કરીને તેને નવજીવન આપ્યું છે અને પુત્ર સાથે મિલન થયું છે. અમે સેવા યજ્ઞ સમિતિના આભારી છે. તેમ કહેતા તેની આંખો ભરાઈ આવી હતી તો બીજી તરફ સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મુંબઈ પોલીસ દિવ્યાંગ મુસ્તફાખાનને મૂકી ગઈ હતી. અમે તેની સારવાર કરી એને સાજો કર્યો, આજે તેના પરિવારમાં તેની માતા આવતા તેમને સોંપવામાં આવ્યો છે. આમ આજે એક વર્ષ પહેલાં દિવ્યાંગ મુસ્તફાખાન આંધ્રપ્રદેશથી ગુમ થયો હતો, જેનું આજે પરિવાર સાથે મિલન થયું છે. જોકે આમાં સૌથી વધુ કોઈ ધન્યતાને પાત્ર છે તે સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ છે, જેમને તેનો ઈલાજ કરાવ્યો સારવાર બાદ સંભાળ રાખી અને આજે પરિવાર સાથે મિલન કરાવ્યું. હજુ પણ માનવતા જીવંત છે અને આ જીવંત માનવતાનો એક ઉમદા દાખલો રૂપ આ ઘટના છે.