Surat: ગુરુ અને શિષ્યને લજવતો કિસ્સો, આચાર્યે બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં
સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના નરેણ ગામે આવેલ આશ્રમ શાળામાં બનાવ બન્યો છે. નરેણ આશ્રમ શાળાના આચાર્યનું નામ યોગેશ પટેલ છે. યોગેશ પટેલ છેલ્લા 24 વરસથી આશ્રમ શાળામાં ફરજ બજાવે છે. આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ શારીરિક અડપલા કર્યા હતા. આચાર્ય દ્વારા શારીરિક અડપલાની જાણ બાળકીના પરિવારને થતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નરાધમ આચાર્યની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટ સાહિતની કલમો સાથે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દાહોદના સીગવડ તાલુકાની તોયણી શાળામાં પણ આવો જ બનાવ બન્યો હતો 19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાની ધોરણ-1 ની વિદ્યાર્થીની સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દીધી હતી. બે દિવસ પોલીસને ગોળ ગોળ ફેરવ્યા બાદ આચાર્યએ પોતાના ગુનાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ બાળકીને માતા પાસેથી કારમાં બેસાડ્યાથી લઇને દુષ્કર્મના પ્રયાસ અને હત્યા બાદ જે ખેલ કર્યા એ ફરીથી પોલીસ આગળ કરી બતાવ્યા હતા. આરોપીએ જે કારનો ઉપયોગ કર્યો એવી જ કાર મંગાવાઇ દાહોદ જિલ્લાના સિંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ગોવિંદ નટે શાળાની જ 6 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગત 19મી સપ્ટેમ્બરના રોજ પોતાની કારમાં જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લેતા પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી 4 દિવસના રિમાન્ડ પર પોલીસે આરોપી આચાર્યને 23મી સપ્ટેમ્બરના રોજ સાંજે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસે ગુનાના રિકન્સ્ટ્રક્શન પંચનામું, મોબાઈલની ફોરેન્સિક લેબના માધ્યમથી ડિટેઈલ મેળવવા, ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ? વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય દ્વારા અગાઉ પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ? તેમજ ઘટનાની તપાસ દરમિયાન વારંવાર આચાર્ય ગોવિંદ નટ નિવેદન બદલતો હોવાથી સઘન પૂછપરછ કરવા સહિતના અનેક મુદ્દાઓની રિમાન્ડ યાદી સાથે આરોપી ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લીમખેડા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માંડવીના નરેણ ગામે આવેલ આશ્રમ શાળામાં બનાવ બન્યો છે. નરેણ આશ્રમ શાળાના આચાર્યનું નામ યોગેશ પટેલ છે. યોગેશ પટેલ છેલ્લા 24 વરસથી આશ્રમ શાળામાં ફરજ બજાવે છે.
આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ શારીરિક અડપલા કર્યા હતા. આચાર્ય દ્વારા શારીરિક અડપલાની જાણ બાળકીના પરિવારને થતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા નરાધમ આચાર્યની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટ સાહિતની કલમો સાથે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
દાહોદના સીગવડ તાલુકાની તોયણી શાળામાં પણ આવો જ બનાવ બન્યો હતો
19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાની ધોરણ-1 ની વિદ્યાર્થીની સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દીધી હતી. બે દિવસ પોલીસને ગોળ ગોળ ફેરવ્યા બાદ આચાર્યએ પોતાના ગુનાની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ બાળકીને માતા પાસેથી કારમાં બેસાડ્યાથી લઇને દુષ્કર્મના પ્રયાસ અને હત્યા બાદ જે ખેલ કર્યા એ ફરીથી પોલીસ આગળ કરી બતાવ્યા હતા.
આરોપીએ જે કારનો ઉપયોગ કર્યો એવી જ કાર મંગાવાઇ
દાહોદ જિલ્લાના સિંગવડની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ગોવિંદ નટે શાળાની જ 6 વર્ષીય વિદ્યાર્થિની સાથે ગત 19મી સપ્ટેમ્બરના રોજ પોતાની કારમાં જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હતી. પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લેતા પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આરોપી 4 દિવસના રિમાન્ડ પર
પોલીસે આરોપી આચાર્યને 23મી સપ્ટેમ્બરના રોજ સાંજે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસે ગુનાના રિકન્સ્ટ્રક્શન પંચનામું, મોબાઈલની ફોરેન્સિક લેબના માધ્યમથી ડિટેઈલ મેળવવા, ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ? વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય દ્વારા અગાઉ પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ? તેમજ ઘટનાની તપાસ દરમિયાન વારંવાર આચાર્ય ગોવિંદ નટ નિવેદન બદલતો હોવાથી સઘન પૂછપરછ કરવા સહિતના અનેક મુદ્દાઓની રિમાન્ડ યાદી સાથે આરોપી ગોવિંદ નટને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. લીમખેડા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હતી.