Ahmedabadમાં ટ્રાફિક અકસ્માત રોકવા પોલીસ નવરાત્રીના સમયે હેલમેટનું કરશે વિતરણ
અમદાવાદમાં અકસ્માત નિવારવા પોલીસની પહેલ સામે આવી છે,આ વખતે નવરાત્રી દરમિયાન પોલીસ ખેલૈયાઓને હેલમેટ આપી ટ્રાફિકના નિયમો સમજાવશે અને તેનું પાલન કરવા માટે સમજાવવામાં આવશે,ટ્રાફિક સુરક્ષા અને અકસ્માત નિવારવા માટે પોલીસે આ નિર્ણય લીધો છે,રાત્રીના સમયે ખેલૈયાઓને આ હેલમેટ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિકને લઈ પોલીસની પહેલ અમદાવાદમાં આ વખતે નવરાત્રીના દિવસોમાં રાત્રીના સમયે ટુ વ્હીલર પર હેલમેટ પહેર્યા વિના નિકળશો તો પોલીસ તમને રોકીને હેલમેટ આપશે,આ હેલમેટને લઈ ખાનગી એજન્સી પોલીસને હેલમેટ આપશે અને તે હેલમેટ લોકો સુધી પહોંચાડવામાં આવશે,સાથે સાથે શહેરના હાઈવેના માર્ગો ઉપર હેલમેટ વગર પસાર થતા ખેલૈયાઓને સુરક્ષા માટે અપાશે હેલમેટ,અમદાવાદ શહેરમાં અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસ પણ એકટિવ બની છે,ત્યારે અગામી સમયમાં હજી પણ ટ્રાફિકના નિયમોને લઈ પોલીસ વધુ કડક બની શકે તેમ છે. ગિફ્ટમાં હેલમેટ પહેરાવશે નવરાત્રીના 9 દિવસ સુધી રાતના સમયે પોલીસ દ્રારા આ ડ્રાઈવ કરવામાં આવશે.એક ખાનગી કંપનીના સહકારથી એક હજાર હેલમેટ ખરીદવામાં આવ્યા છે, પરંતુ 9 દિવસની ડ્રાઈવમાં 10 હજાર હેલમેટનું વિતરણ કરવાની પોલીસની તૈયારી છે.ઘણાં વાહન ચાલકો એવું માને છે કે હેલમેટ, સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો નિયમ દિવસ દરમિયાન જ અમલી હોય છે. રાતના સમયે હેલમેટ કે સીટ બેલ્ટ પહેરવાનો નિયમ નથી. પોલીસનું કહેવુ છે કે આ નિયમ 24 કલાક માટેનો છે. રાત્રિદરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમનું પાલન કરતા નથી. જાણો હેલમેટ પહેરવાના ફાયદા હેલમેટ પહેરવાથી અકસ્માતમાં તમારા માથાને થતી અસર ઓછી કરી શકાય છે. તમારા ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે જો અકસ્માત થાય અને જો તમે હેલમેટ પહેરેલ ના હોય, તો પરિણામે માથાની ગંભીર ઈજાઓ થવાની ખૂબ જ સંભાવના રહેલી છે. જો વાહન અથડાય તે સમયે તમે હેલમેટ પહેરેલ નથી, તો તેના કારણે મગજની બાહ્ય તેમજ આંતરિક ઈજાઓ થઈ શકે છે, જે તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આમ, તમારા જીવનને સુરક્ષિત કરવા માટે તમારે હેલમેટ પહેરવુ જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં અકસ્માત નિવારવા પોલીસની પહેલ સામે આવી છે,આ વખતે નવરાત્રી દરમિયાન પોલીસ ખેલૈયાઓને હેલમેટ આપી ટ્રાફિકના નિયમો સમજાવશે અને તેનું પાલન કરવા માટે સમજાવવામાં આવશે,ટ્રાફિક સુરક્ષા અને અકસ્માત નિવારવા માટે પોલીસે આ નિર્ણય લીધો છે,રાત્રીના સમયે ખેલૈયાઓને આ હેલમેટ આપવાનો નિર્ણય કર્યો છે.
ટ્રાફિકને લઈ પોલીસની પહેલ
અમદાવાદમાં આ વખતે નવરાત્રીના દિવસોમાં રાત્રીના સમયે ટુ વ્હીલર પર હેલમેટ પહેર્યા વિના નિકળશો તો પોલીસ તમને રોકીને હેલમેટ આપશે,આ હેલમેટને લઈ ખાનગી એજન્સી પોલીસને હેલમેટ આપશે અને તે હેલમેટ લોકો સુધી પહોંચાડવામાં આવશે,સાથે સાથે શહેરના હાઈવેના માર્ગો ઉપર હેલમેટ વગર પસાર થતા ખેલૈયાઓને સુરક્ષા માટે અપાશે હેલમેટ,અમદાવાદ શહેરમાં અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસ પણ એકટિવ બની છે,ત્યારે અગામી સમયમાં હજી પણ ટ્રાફિકના નિયમોને લઈ પોલીસ વધુ કડક બની શકે તેમ છે.
ગિફ્ટમાં હેલમેટ પહેરાવશે
નવરાત્રીના 9 દિવસ સુધી રાતના સમયે પોલીસ દ્રારા આ ડ્રાઈવ કરવામાં આવશે.એક ખાનગી કંપનીના સહકારથી એક હજાર હેલમેટ ખરીદવામાં આવ્યા છે, પરંતુ 9 દિવસની ડ્રાઈવમાં 10 હજાર હેલમેટનું વિતરણ કરવાની પોલીસની તૈયારી છે.ઘણાં વાહન ચાલકો એવું માને છે કે હેલમેટ, સીટ બેલ્ટ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો નિયમ દિવસ દરમિયાન જ અમલી હોય છે. રાતના સમયે હેલમેટ કે સીટ બેલ્ટ પહેરવાનો નિયમ નથી. પોલીસનું કહેવુ છે કે આ નિયમ 24 કલાક માટેનો છે. રાત્રિદરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમનું પાલન કરતા નથી.
જાણો હેલમેટ પહેરવાના ફાયદા
હેલમેટ પહેરવાથી અકસ્માતમાં તમારા માથાને થતી અસર ઓછી કરી શકાય છે. તમારા ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે જો અકસ્માત થાય અને જો તમે હેલમેટ પહેરેલ ના હોય, તો પરિણામે માથાની ગંભીર ઈજાઓ થવાની ખૂબ જ સંભાવના રહેલી છે. જો વાહન અથડાય તે સમયે તમે હેલમેટ પહેરેલ નથી, તો તેના કારણે મગજની બાહ્ય તેમજ આંતરિક ઈજાઓ થઈ શકે છે, જે તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આમ, તમારા જીવનને સુરક્ષિત કરવા માટે તમારે હેલમેટ પહેરવુ જોઈએ.