Dahod: ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા ઉપર રેલાતા રાહદારીઓ પરેશાન

દાહોદ જિલ્લાના ગરબાડા નગરના ઘાંચીવાડા વિસ્તારણા ભૂગર્ભ ગટર માંથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રોડ રોડ પર રેલાતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગરબાડામાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. સાથે પાણીની લાઈનો પણ તૂટેલી હોવાના કારણે રોડ ઉપર ગંદા પાણી રેલાઈ રહ્યા છે. નગરના મુખ્ય રસ્તાઓ તાલુકા પંચાયત રોડ, નીચવાસ ફ્ળિયું, બસ સ્ટેશનથી આઝાદ ચોક વિસ્તાર, ઘાંચીવાડા વિસ્તાર, ભાભોર ફ્ળિયા સહિતના અનેક વિસ્તારોમાં ગટરના દૂષિત પાણી રેલાતા જોવા મળે છે. રાજય સરકાર દ્વારા રૂા.6 થી 7 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવાઈ છે, જે નિષ્ફ્ળ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. જ્યારે વર્ષો જૂની ગટરો જર્જરીત હાલતમાં હોવા છતા ગ્રામ પંચાયત દ્વારા રીપેરીંગ કરાતી નથી. પાણીની લાઈનો પણ જર્જરીત થઈ હોવા છતાં સમારકામ કરવામાં આળસ કરાઈ રહી છે.નગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યાથી લોકો પિડાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત રોડ પર અનેક ઓફિસો આવેલી છે, અધિકારીઓ પણ આ રસ્તા પરથી અવર-જવર કરે છે તેમ છતાં સમસ્યા યથાવત છે. બસ સ્ટેન્ડથી આઝાદચોકનો માર્ગ પર પણ બારેમાસ પાણી વહ્યા કરે છે, જ્યારે ઘાંચીવાડા વિસ્તારમાં તાલુકા કુમાર શાળા, પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત કચેરી છે છતાં અહીં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.

Dahod: ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા ઉપર રેલાતા રાહદારીઓ પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદ જિલ્લાના ગરબાડા નગરના ઘાંચીવાડા વિસ્તારણા ભૂગર્ભ ગટર માંથી દુર્ગંધ મારતુ ગંદુ પાણી મુખ્ય રોડ રોડ પર રેલાતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગરબાડામાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. સાથે પાણીની લાઈનો પણ તૂટેલી હોવાના કારણે રોડ ઉપર ગંદા પાણી રેલાઈ રહ્યા છે.

નગરના મુખ્ય રસ્તાઓ તાલુકા પંચાયત રોડ, નીચવાસ ફ્ળિયું, બસ સ્ટેશનથી આઝાદ ચોક વિસ્તાર, ઘાંચીવાડા વિસ્તાર, ભાભોર ફ્ળિયા સહિતના અનેક વિસ્તારોમાં ગટરના દૂષિત પાણી રેલાતા જોવા મળે છે. રાજય સરકાર દ્વારા રૂા.6 થી 7 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવાઈ છે, જે નિષ્ફ્ળ ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. જ્યારે વર્ષો જૂની ગટરો જર્જરીત હાલતમાં હોવા છતા ગ્રામ પંચાયત દ્વારા રીપેરીંગ કરાતી નથી. પાણીની લાઈનો પણ જર્જરીત થઈ હોવા છતાં સમારકામ કરવામાં આળસ કરાઈ રહી છે.

નગરમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણીની સમસ્યાથી લોકો પિડાઈ રહ્યા છે. ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત રોડ પર અનેક ઓફિસો આવેલી છે, અધિકારીઓ પણ આ રસ્તા પરથી અવર-જવર કરે છે તેમ છતાં સમસ્યા યથાવત છે. બસ સ્ટેન્ડથી આઝાદચોકનો માર્ગ પર પણ બારેમાસ પાણી વહ્યા કરે છે, જ્યારે ઘાંચીવાડા વિસ્તારમાં તાલુકા કુમાર શાળા, પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયત કચેરી છે છતાં અહીં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થતો નથી.