Surendranagar: પાલિકાના વોર્ડ નં. 13માં રસ્તાના કામમાં લોટ, પાણીને લાકડા..
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા દ્વારા વીવીધ વીસ્તારોમાં રસ્તાના કામો કરાય છે. જેમાં પાલીકાના વોર્ડ નં. 13માં કરવામાં આવેલ રસ્તાના કામમાં વેઠ ઉતારાઈ હોવાની લેખીત રજુઆત ખુદ પાલીકાના સભ્યોએ કરતા ચકચાર મચી ગઈ છે. સભ્યોએ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરી તેને બ્લેક લીસ્ટમાં મુકવા માંગ કરી છે.સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. પરંતુ સત્તાધીશોના અણઘડ વહીવટને લીધે પાલિકા ખાડે ગઈ છે. પ્રજાના પ્રશ્નોને કોઈ સાંભળતુ નથી અને તેઓની સમસ્યાનો હલ પણ આવતો નથી. ત્યારે હવે ખુદ પાલિકાના ચૂંટાયેલા સુધરાઈ સભ્યોને પોતાના વિસ્તારના કામો પ્રત્યે લેખીત રજુઆત કરવી પડે તેવી સ્થીતી ઉભી થઈ છે. મળતી માહીતી મુજબ સંયુકત પાલીકા દ્વારા પાલીકાના વોર્ડ નં. 13માં આવેલ વઢવાણના સતવારા પરા વિસ્તારમાં સીસી રોડ બનાવાયો છે. પરંતુ આ સીસી રોડનું કામ ગુણવત્તા વગરનું હોવાની રાવ ઉઠી છે. રોડની સાથે બનાવેલ ભુગર્ભ ગટરની ટાંકીઓમાં પણ કોઈ જાતના ઢાંકણા ન મુકવામાં આવતા અકસ્માતનો ભય રહે છે. જયારે રોડમાં જરાય થીકનેશ નથી, ભારે વાહનો ચાલતા જ રોડ બેસી જાય છે. આથી વોર્ડ નં. 13ના સુધરાઈ સભ્ય જગદીશભાઈ પરમાર, સરસ્વતીબેન કણઝરીયાએ ચીફ ઓફીસર, પ્રમુખ, કલેકટર અને પ્રાદીશક કમીશ્નરને લેખીત રજુઆત કરી છે. જેમાં રસ્તાનું કામ ગુણવત્તા વગરનું હોઈ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરવા અને તેને બ્લેક લીસ્ટમાં મુકવા માંગ કરાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકા દ્વારા વીવીધ વીસ્તારોમાં રસ્તાના કામો કરાય છે. જેમાં પાલીકાના વોર્ડ નં. 13માં કરવામાં આવેલ રસ્તાના કામમાં વેઠ ઉતારાઈ હોવાની લેખીત રજુઆત ખુદ પાલીકાના સભ્યોએ કરતા ચકચાર મચી ગઈ છે. સભ્યોએ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરી તેને બ્લેક લીસ્ટમાં મુકવા માંગ કરી છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. પરંતુ સત્તાધીશોના અણઘડ વહીવટને લીધે પાલિકા ખાડે ગઈ છે. પ્રજાના પ્રશ્નોને કોઈ સાંભળતુ નથી અને તેઓની સમસ્યાનો હલ પણ આવતો નથી. ત્યારે હવે ખુદ પાલિકાના ચૂંટાયેલા સુધરાઈ સભ્યોને પોતાના વિસ્તારના કામો પ્રત્યે લેખીત રજુઆત કરવી પડે તેવી સ્થીતી ઉભી થઈ છે. મળતી માહીતી મુજબ સંયુકત પાલીકા દ્વારા પાલીકાના વોર્ડ નં. 13માં આવેલ વઢવાણના સતવારા પરા વિસ્તારમાં સીસી રોડ બનાવાયો છે. પરંતુ આ સીસી રોડનું કામ ગુણવત્તા વગરનું હોવાની રાવ ઉઠી છે. રોડની સાથે બનાવેલ ભુગર્ભ ગટરની ટાંકીઓમાં પણ કોઈ જાતના ઢાંકણા ન મુકવામાં આવતા અકસ્માતનો ભય રહે છે. જયારે રોડમાં જરાય થીકનેશ નથી, ભારે વાહનો ચાલતા જ રોડ બેસી જાય છે. આથી વોર્ડ નં. 13ના સુધરાઈ સભ્ય જગદીશભાઈ પરમાર, સરસ્વતીબેન કણઝરીયાએ ચીફ ઓફીસર, પ્રમુખ, કલેકટર અને પ્રાદીશક કમીશ્નરને લેખીત રજુઆત કરી છે. જેમાં રસ્તાનું કામ ગુણવત્તા વગરનું હોઈ કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરવા અને તેને બ્લેક લીસ્ટમાં મુકવા માંગ કરાઈ છે.