Banaskanthaમાં સ્વરક્ષણ હથિયાર પરવાનેદારો 31 ડિસેમ્બર 2024 સુધી લાયસન્સ રીન્યુ કરી શકશે
બનાસકાંઠા જિલ્લાના તમામ સ્વરક્ષણ હથિયાર પરવાનેદારો પૈકી જે હથિયાર પરવાનેદારોની લાયસન્સની મુદત તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણ થનાર છે તેવા તમામ પરવાનેદારોએ હથિયાર નિયમો ૨૦૧૬ ના નિયમ-૨૪(૧)ની જોગવાઈઓ મુજબ પરવાનાની મુદત પુરી થાય તેના બે મહિના પહેલાં રીન્યુ કરવા અંગેની અરજી કરવાની રહે છે. હથિયાર રીન્યું કરાવવાની આ છેલ્લી તારીખ ભારત સરકાર દ્વારા હથિયાર પરવાનાને લગતી તમામ પ્રકારની સેવાઓ https://ndal.alis.gov.in ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ કરવાથી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.હથિયાર પરવાનાની વર્ષ દીઠ એક હથિયારની ફી રૂા.૫૦૦/- લેખે ત્રણ વર્ષ માટે રૂા. ૧૫૦૦/- તેમજ એક કરતાં વધુ હથિયારો માટે તેના ગુણાંકમાં થતી રકમ ચલણથી સ્ટેટ બેંકમાં ભરપાઈ કરી ચલણની નકલ અત્રે રજુ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ હથિયાર થશે રીન્યું નિયત સમયમર્યાદામાં પરવાનો રીન્યુ કરવા માટે અરજી જરૂરી ચલણ ફી ભરપાઈ કર્યા સિવાય રજુ કરશે તેવા પરવાનેદારોની અરજી મુદત બહારની ગણી હથિયાર નિયમો-૨૦૧૬ ના નિયમ-૨૫(૫) ની જોગવાઈ મુજબ આવા પરવાનેદારોના પરવાના અમલમાં રહેતા ના હોઈ રદ થવા પાત્ર થાય છે.બનાસકાંઠા જિલ્લાના તમામ હથિયાર પરવાનેદારોને તેમની પરવાના રીન્યુ કરવા અંગે https://ndal.alis.gov.in સાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી સાથે રજુ કરવાના આધાર-પુરાવા સહ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી,પાલનપુર ખાતે રજુ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના તમામ સ્વરક્ષણ હથિયાર પરવાનેદારો પૈકી જે હથિયાર પરવાનેદારોની લાયસન્સની મુદત તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણ થનાર છે તેવા તમામ પરવાનેદારોએ હથિયાર નિયમો ૨૦૧૬ ના નિયમ-૨૪(૧)ની જોગવાઈઓ મુજબ પરવાનાની મુદત પુરી થાય તેના બે મહિના પહેલાં રીન્યુ કરવા અંગેની અરજી કરવાની રહે છે.
હથિયાર રીન્યું કરાવવાની આ છેલ્લી તારીખ
ભારત સરકાર દ્વારા હથિયાર પરવાનાને લગતી તમામ પ્રકારની સેવાઓ https://ndal.alis.gov.in ની વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ કરવાથી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.હથિયાર પરવાનાની વર્ષ દીઠ એક હથિયારની ફી રૂા.૫૦૦/- લેખે ત્રણ વર્ષ માટે રૂા. ૧૫૦૦/- તેમજ એક કરતાં વધુ હથિયારો માટે તેના ગુણાંકમાં થતી રકમ ચલણથી સ્ટેટ બેંકમાં ભરપાઈ કરી ચલણની નકલ અત્રે રજુ કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કર્યા બાદ હથિયાર થશે રીન્યું
નિયત સમયમર્યાદામાં પરવાનો રીન્યુ કરવા માટે અરજી જરૂરી ચલણ ફી ભરપાઈ કર્યા સિવાય રજુ કરશે તેવા પરવાનેદારોની અરજી મુદત બહારની ગણી હથિયાર નિયમો-૨૦૧૬ ના નિયમ-૨૫(૫) ની જોગવાઈ મુજબ આવા પરવાનેદારોના પરવાના અમલમાં રહેતા ના હોઈ રદ થવા પાત્ર થાય છે.બનાસકાંઠા જિલ્લાના તમામ હથિયાર પરવાનેદારોને તેમની પરવાના રીન્યુ કરવા અંગે https://ndal.alis.gov.in સાઈટ પર ઓનલાઈન અરજી કર્યા બાદ તે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ કઢાવી સાથે રજુ કરવાના આધાર-પુરાવા સહ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી,પાલનપુર ખાતે રજુ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.