Suratની મહિલાનું સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેઈલિંગ, શખ્સે 1 કરોડથી વધુની રકમ પડાવી

સુરતના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતની મહિલાને 27-09-2019થી ફેસબુકના માધ્યમથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. ફરિયાદી સાથે ફેસબુકમાં થોડા દિવસ સુધી વાતચીત કરી વોટસએપ નંબર મેળવી લીધા બાદ, બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને ખૂબ સારા મિત્રો પણ બની ગયા હતા.આરોપીએ મિત્રતા કેળવી મહિલાના ન્યૂડ ફોટા મેળવી લીધા બીજી તરફ આરોપી ગુરુપ્રસાદે સુરતની મહિલા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા અને ત્યારબાદ આ ફોટા ફરિયાદીના ભાઈના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલી દીધા હતા. આ ઉપરાંત આ ફોટા અન્ય સગા સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. 1 કરોડથી વધુની રકમ પડાવી આરોપી ગુરુપ્રસાદે સુરતના ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી સતત હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ફોન મેસેજ તેમજ મેઈલ કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરીને તેમની પાસેથી 1,89,63,561 રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત પૈસા મેળવી લીધા બાદ પણ ફરિયાદી પાસેથી સતત પૈસાની માગણી કરવામાં આવતી હતી. આ ઉપરાંત ફોટા વાયરલ કરી બદનામ કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેન્નઈથી વેશ પલટો કરી આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરી છે. આરોપીના ફોનમાંથી 12 જીમેઈલ આઈડી મળ્યા આરોપી ગ્રુરૂપ્રસાદના મોબાઈલમાંથી અલગ અલગ 12 ખોટા નામ વાળી જીમેઈલ આઈડી તેમજ ફોન ગેલેરીમાંથી અલગ અલગ ફોટા તેમજ વીડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી વોટસએપ મેસેન્જરમાં અલગ અલગ ફોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો. ચેન્નાઈથી પોલીસે કરી ધરપકડ આ ઉપરાંત આરોપી પોતાના ઘરના સભ્યોને એવું કહેતો હતો કે પોતે ઓસ્ટ્રેલિયા રહે છે અને તે ચેન્નાઈમાં રહી અલગ અલગ હોટલ તેમજ મકાનમાં ભાડે રહેતો હતો અને પોતાની જગ્યા અલગ અલગ સમયે બદલી દેતો હતો, આ ઉપરાંત આરોપી dafabet.com તેમજ bet365.com નામની એપ્લિકેશન ઓનલાઈન માધ્યમથી બેટિંગ રમતો હતો અને સુરતના ફરિયાદી પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે પણ આરતી એપ્લિકેશનમાં હારી ગયો હતો.

Suratની મહિલાનું સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેઈલિંગ, શખ્સે 1 કરોડથી વધુની રકમ પડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતની મહિલાને 27-09-2019થી ફેસબુકના માધ્યમથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. ફરિયાદી સાથે ફેસબુકમાં થોડા દિવસ સુધી વાતચીત કરી વોટસએપ નંબર મેળવી લીધા બાદ, બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને ખૂબ સારા મિત્રો પણ બની ગયા હતા.

આરોપીએ મિત્રતા કેળવી મહિલાના ન્યૂડ ફોટા મેળવી લીધા

બીજી તરફ આરોપી ગુરુપ્રસાદે સુરતની મહિલા સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા અને ત્યારબાદ આ ફોટા ફરિયાદીના ભાઈના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલી દીધા હતા. આ ઉપરાંત આ ફોટા અન્ય સગા સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

1 કરોડથી વધુની રકમ પડાવી

આરોપી ગુરુપ્રસાદે સુરતના ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી સતત હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ફોન મેસેજ તેમજ મેઈલ કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરીને તેમની પાસેથી 1,89,63,561 રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત પૈસા મેળવી લીધા બાદ પણ ફરિયાદી પાસેથી સતત પૈસાની માગણી કરવામાં આવતી હતી. આ ઉપરાંત ફોટા વાયરલ કરી બદનામ કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેન્નઈથી વેશ પલટો કરી આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરી છે.

આરોપીના ફોનમાંથી 12 જીમેઈલ આઈડી મળ્યા

આરોપી ગ્રુરૂપ્રસાદના મોબાઈલમાંથી અલગ અલગ 12 ખોટા નામ વાળી જીમેઈલ આઈડી તેમજ ફોન ગેલેરીમાંથી અલગ અલગ ફોટા તેમજ વીડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી વોટસએપ મેસેન્જરમાં અલગ અલગ ફોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે વાતચીત કરતો હોવાનો પણ ખુલાસો થયો હતો.

ચેન્નાઈથી પોલીસે કરી ધરપકડ

આ ઉપરાંત આરોપી પોતાના ઘરના સભ્યોને એવું કહેતો હતો કે પોતે ઓસ્ટ્રેલિયા રહે છે અને તે ચેન્નાઈમાં રહી અલગ અલગ હોટલ તેમજ મકાનમાં ભાડે રહેતો હતો અને પોતાની જગ્યા અલગ અલગ સમયે બદલી દેતો હતો, આ ઉપરાંત આરોપી dafabet.com તેમજ bet365.com નામની એપ્લિકેશન ઓનલાઈન માધ્યમથી બેટિંગ રમતો હતો અને સુરતના ફરિયાદી પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે પણ આરતી એપ્લિકેશનમાં હારી ગયો હતો.