Morbi: નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો, બે શખ્સની ધરપકડ

મોરબીના વજેપર મેઇન રોડ ઉપરથી રહેતા યુવાનના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ઘર પાસે ગાળ કેમ બોલી તેવું યુવાને કહ્યું હતું. ત્યારે સામેવાળા શખ્સે તું આજે મુરઘી લેવા કેમ ન આવ્યો એવું કહીને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ત્યારે એક શખ્સે યુવાનને પકડી રાખ્યો હતો અને બીજા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને પેટના પડખાના ભાગે હુમલો કરીને છરીનો ઘા મારેલ હતો. જેથી હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાર બાદ તેના પત્નીએ બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે. મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના વજેપર મેઇન રોડ ઉપર બાબુભાઈ કોળીના મકાનમાં ભાડે રહેતા સંતોષબેન સંજયભાઈ ચૌહાણ જાતે રાજપૂત (32)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂઘરું ભીમજીભાઇ કોળી રહે. વજેપર અને હાર્દિક ઉર્ફે પેમલો દિપકભા ઇડોન રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. ઈજાગ્રસ્ત યુવાન મુરઘી લેવા આરોપી પાસે જતો હતો જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ અવારનવાર મુરઘી લેવા માટે થઈને જીગલો કોળી પાસે જતા હતા, પરંતુ ગઈકાલે મુરઘી લેવા માટે ગયેલ ન હોય જેથી બંને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો બોલતા હતા, ત્યારે ફરિયાદી મહિલા તથા તેના પતિએ બહાર શેરીમાં જઈને ગાળો કેમ બોલો છો તેવું કહ્યું હતું. ત્યારે આરોપીએ “તું આજે મુરઘી લેવા કેમ આવેલ નથી” તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી. યુવકના પેટના પડખાના ભાગે ઈજાઓ થઈ ત્યાર બાદ બે પૈકીનાં હાર્દિકે ફરિયાદીના પતિ સંજયભાઈ કૈલાશભાઈ ચૌહાણ (35)ને પકડી રાખેલ ત્યારે આરોપી જીગલો કોળીએ તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી મહિલાના પતિને પેટના પડખાના ભાગે મારી હતી. જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા. ત્યાર બાદ ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

Morbi: નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો, બે શખ્સની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીના વજેપર મેઇન રોડ ઉપરથી રહેતા યુવાનના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ઘર પાસે ગાળ કેમ બોલી તેવું યુવાને કહ્યું હતું. ત્યારે સામેવાળા શખ્સે તું આજે મુરઘી લેવા કેમ ન આવ્યો એવું કહીને તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ત્યારે એક શખ્સે યુવાનને પકડી રાખ્યો હતો અને બીજા શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાનને પેટના પડખાના ભાગે હુમલો કરીને છરીનો ઘા મારેલ હતો. જેથી હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાર બાદ તેના પત્નીએ બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના વજેપર મેઇન રોડ ઉપર બાબુભાઈ કોળીના મકાનમાં ભાડે રહેતા સંતોષબેન સંજયભાઈ ચૌહાણ જાતે રાજપૂત (32)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જીગલો ઉર્ફે રાજ ઉર્ફે ઘૂઘરું ભીમજીભાઇ કોળી રહે. વજેપર અને હાર્દિક ઉર્ફે પેમલો દિપકભા ઇડોન રહે. કાલીકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

ઈજાગ્રસ્ત યુવાન મુરઘી લેવા આરોપી પાસે જતો હતો

જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ અવારનવાર મુરઘી લેવા માટે થઈને જીગલો કોળી પાસે જતા હતા, પરંતુ ગઈકાલે મુરઘી લેવા માટે ગયેલ ન હોય જેથી બંને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને ગાળો બોલતા હતા, ત્યારે ફરિયાદી મહિલા તથા તેના પતિએ બહાર શેરીમાં જઈને ગાળો કેમ બોલો છો તેવું કહ્યું હતું. ત્યારે આરોપીએ “તું આજે મુરઘી લેવા કેમ આવેલ નથી” તેવું કહ્યું હતું અને બોલાચાલી કરી હતી.

યુવકના પેટના પડખાના ભાગે ઈજાઓ થઈ

ત્યાર બાદ બે પૈકીનાં હાર્દિકે ફરિયાદીના પતિ સંજયભાઈ કૈલાશભાઈ ચૌહાણ (35)ને પકડી રાખેલ ત્યારે આરોપી જીગલો કોળીએ તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી મહિલાના પતિને પેટના પડખાના ભાગે મારી હતી. જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા. ત્યાર બાદ ભોગ બનેલ યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.