Raghvji Patelએ કમોસમી વરસાદને લઈ અધિકારી સાથે યોજી સમિક્ષા બેઠક

રાજયમાં પડેલા કમોસમી વરસાદની કરવામાં આવશે સમિક્ષા ઉનાળુ પાક તથા બાગાયતી પાકો સંદર્ભે થશે સમિક્ષા બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની થશે ચર્ચા ગુજરાતમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે,સાથે સાથે બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે,બીજી તરફ કૃષિમંત્રી દ્રારા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક બોલાવવામાં આવી છે,ઉનાળુ પાકમાં નુકસાની હોવાનો પ્રાથમિક અંદાજ તેમજ ખરીફ સિઝનમાં રાસાયણીક ખાતર સહીતના મુદ્દા પર પણ થશે સમિક્ષા. નુકસાનીથી બચવા ખેડૂતો આટલુ કરો વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે. પાકને સુરક્ષિત રાખો વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. જરૂર પડે તો આ નંબર પર સંપર્ક કરો આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.

Raghvji Patelએ કમોસમી વરસાદને લઈ અધિકારી સાથે યોજી સમિક્ષા બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં પડેલા કમોસમી વરસાદની કરવામાં આવશે સમિક્ષા
  • ઉનાળુ પાક તથા બાગાયતી પાકો સંદર્ભે થશે સમિક્ષા
  • બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની થશે ચર્ચા

ગુજરાતમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે,સાથે સાથે બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે,બીજી તરફ કૃષિમંત્રી દ્રારા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક બોલાવવામાં આવી છે,ઉનાળુ પાકમાં નુકસાની હોવાનો પ્રાથમિક અંદાજ તેમજ ખરીફ સિઝનમાં રાસાયણીક ખાતર સહીતના મુદ્દા પર પણ થશે સમિક્ષા.

નુકસાનીથી બચવા ખેડૂતો આટલુ કરો

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

પાકને સુરક્ષિત રાખો

વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.

જરૂર પડે તો આ નંબર પર સંપર્ક કરો

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.