Suratમાં રાત્રી દરમિયાન પાવરકાપથી લોકો વિફર્યા,DGVCLની Car રોકી હલ્લાબોલ કર્યો

વખતોવખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં વીજ સમસ્યા દૂર નહીં થતા લોકો અકળાયા એક તરફ શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે સુરતમાં DGVCLની લાઇન મેન્ટેનન્સનું વાહન પસાર થતું હતું તે દરમિયાન સ્થાનિકોએ વાહન રોકીને હલ્લાબોલ કર્યો હતો.વીજ કંપની દ્વારા કોઈ પણ કારણોસર વીજકાપ મૂકી દેવામાં આવે છે,ત્યારે ત્રણેક દિવસથી વિજળીની સમસ્યાને લઈ રાંદેર વિસ્તારના રહીશો અકળામણ અનુભવતા હતા.સ્થાનિકોએ વાહન અટકાવીને કર્મચારીને સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ કર્મચારી વિજ સમસ્યાને લઈ કોઈ જવાબ આપી શકયા ન હતા.વિજ સમસ્યા ફકત રાંદેર વિસ્તારની જ નહીં પરંતુ અમરોલી, જહાંગીરપુરા, કોસાડ, સહિતના વિસ્તારોની પણ છે. ડાકોરમાં પણ વિજ સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લા 3 દિવસથી વિજ પુરવઠો ખોરવતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ડાકોરમાં એમજીવીસીએલ દ્વારા શુક્રવારે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે વીજ કાપ કરવામાં આવે છે. જેનાથી આ કાળઝાળ ગરમીમાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, એમજીવીસીએલના હેલ્પલાઈન નંબર 02699244273 પર કોલ કરતા નંબર આઉટ ઓફ ઓર્ડર બતાવે છે. DGVCLના સ્માર્ટ મીટરનો પણ વિરોધ પારલે પોઇન્ટ વિસ્તારમાં નિર્મલનગર ખાતે ડીજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 204 જેટલા મકાનો માસમાં આઠ મીટર લગાડવામાં આવ્યા છે. મોબાઈલ રિચાર્જની માફક જ હવેથી ગ્રાહકોએ પોતે વીજળીના વપરાશની સાથે સાથે પોતાના એકાઉન્ટમાં બેલેન્સ રાખવું પડશે. જો બેલેન્સ પૂરું થઈ જશે તો તાત્કાલિક વીજ સપ્લાય જે છે તે બંધ થઈ જશે. અત્યારે છ મેથી શરૂ થયેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો દ્વારા જે રિચાર્જ કરવામાં આવી રહ્યા છે તેની કિંમત ખૂબ વધારે જણાવી રહી છે. રિચાર્જ પૂરું થાય એટલે તરત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે. સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.DGVGCL પોતાની માંગ પર અડગઅનેક વિસ્તાર કે જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, ત્યાંના રહેવાસીઓ વધારે બિલ આવવાની ફરિયાદ કરી રહ્યા છે. ઉપરાંત જૂના મીટર ફરી લગાવવા માટે માંગણી કરી રહ્યા છે. અનેક જગ્યાએ લોકોએ વીજ કંપનીના કાર્યાલય બહાર વિરોધ પણ નોંધાવ્યો છે. જોકે હવે આ મામલે વીજ કંપનીએ પણ પોતાનો નિર્ણય આપ્યો છે.

Suratમાં રાત્રી દરમિયાન પાવરકાપથી લોકો વિફર્યા,DGVCLની Car રોકી હલ્લાબોલ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વખતોવખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં
  • વીજ સમસ્યા દૂર નહીં થતા લોકો અકળાયા
  • એક તરફ શહેરમાં અકળાવનારી ગરમી પડી રહી છે

સુરતમાં DGVCLની લાઇન મેન્ટેનન્સનું વાહન પસાર થતું હતું તે દરમિયાન સ્થાનિકોએ વાહન રોકીને હલ્લાબોલ કર્યો હતો.વીજ કંપની દ્વારા કોઈ પણ કારણોસર વીજકાપ મૂકી દેવામાં આવે છે,ત્યારે ત્રણેક દિવસથી વિજળીની સમસ્યાને લઈ રાંદેર વિસ્તારના રહીશો અકળામણ અનુભવતા હતા.સ્થાનિકોએ વાહન અટકાવીને કર્મચારીને સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ કર્મચારી વિજ સમસ્યાને લઈ કોઈ જવાબ આપી શકયા ન હતા.વિજ સમસ્યા ફકત રાંદેર વિસ્તારની જ નહીં પરંતુ અમરોલી, જહાંગીરપુરા, કોસાડ, સહિતના વિસ્તારોની પણ છે.

ડાકોરમાં પણ વિજ સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ

યાત્રાધામ ડાકોરમાં છેલ્લા 3 દિવસથી વિજ પુરવઠો ખોરવતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ડાકોરમાં એમજીવીસીએલ દ્વારા શુક્રવારે સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે વીજ કાપ કરવામાં આવે છે. જેનાથી આ કાળઝાળ ગરમીમાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, એમજીવીસીએલના હેલ્પલાઈન નંબર 02699244273 પર કોલ કરતા નંબર આઉટ ઓફ ઓર્ડર બતાવે છે.

DGVCLના સ્માર્ટ મીટરનો પણ વિરોધ

પારલે પોઇન્ટ વિસ્તારમાં નિર્મલનગર ખાતે ડીજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 204 જેટલા મકાનો માસમાં આઠ મીટર લગાડવામાં આવ્યા છે. મોબાઈલ રિચાર્જની માફક જ હવેથી ગ્રાહકોએ પોતે વીજળીના વપરાશની સાથે સાથે પોતાના એકાઉન્ટમાં બેલેન્સ રાખવું પડશે. જો બેલેન્સ પૂરું થઈ જશે તો તાત્કાલિક વીજ સપ્લાય જે છે તે બંધ થઈ જશે. અત્યારે છ મેથી શરૂ થયેલા સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકો દ્વારા જે રિચાર્જ કરવામાં આવી રહ્યા છે તેની કિંમત ખૂબ વધારે જણાવી રહી છે. રિચાર્જ પૂરું થાય એટલે તરત જ વીજ સપ્લાય બંધ થઈ જવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે. સ્થાનિકો દ્વારા આજે ડીજીવીસીએલ ઓફિસ ખાતે સૂત્રોચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

DGVGCL પોતાની માંગ પર અડગ

અનેક વિસ્તાર કે જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, ત્યાંના રહેવાસીઓ વધારે બિલ આવવાની ફરિયાદ કરી રહ્યા છે. ઉપરાંત જૂના મીટર ફરી લગાવવા માટે માંગણી કરી રહ્યા છે. અનેક જગ્યાએ લોકોએ વીજ કંપનીના કાર્યાલય બહાર વિરોધ પણ નોંધાવ્યો છે. જોકે હવે આ મામલે વીજ કંપનીએ પણ પોતાનો નિર્ણય આપ્યો છે.