Banaskanthaમાં વિદાય સમારંભ બાદ દારૂની મહેફિલ માણતા 3 ST કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

એસટી વિભાગના 3 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા વિદાય સમારંભ બાદ દારૂ પાર્ટી કરી હતી અંબાજી ડેપોમાં ફરજ બજાવતા હતા કર્મચારીઓ ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે.અંબાજી ST ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ દારૂની મહેફીલ માણતા હતા કર્મીઓ.વિદાય સમારંભ બાદ ધોરીગામ પાસે પાવઠી ખાતે જઈ દારૂ અને ચખણાની મજા માણી હતી.વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લેવાયા પગલા. અંબાજી ડેપો ખાતે બજાવતા હતા ફરજ અંબાજી ડેપો ખાતે ફરજ બજાવતા 3 કર્મચારીઓ વિદાય સમારંભ બાદ દારૂની પાર્ટી માણી હતી,તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,વીડિયોની ગંભીરતા જાણીને એસટીના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.હજુ એક કર્મચારી ઉપર પગલાં ભરાઈ શકે છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ત્રણ કર્મચારીઓ 1. એન.પી.ચૌહાણ 2. જે.જે.સોલંકી 3. પી.એ.પ્રજાપતિ સુરતમાં દારૂ મહેફિલ મુદ્દે પાંચ અધિકારીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ સીંગણપોરના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સિનીયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશને પહેલા સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર પંકજ ગાંધીને પછીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.વીડિયોમાં દેખાઈ આવ્યું હતુ કે પંકજ ગાંધી મહેફિલમાં હાજર હતા અને તેના પુરાવા મળી આવ્યા હતા.અત્યાર સુધી કુલ પાંચ જેટલા કર્મચારી પર કાર્યવાહી કરવામાં આવી છે. 15 એપ્રિલ 2024ના રોજ વિધાનગરમાં દારૂ મહેફિલ ઝડપાઈ હતી શિક્ષણના ધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટેલના રૂમ નંબર 306 માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓને વિદ્યાનગર પોલીસે છાપો મારી રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. મૂળ લુણાવાડાના અને વાસદ રહેતા કશ્યપ સેવકના બર્થ ડેને લઈ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. પોલીસે તમામ 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.  

Banaskanthaમાં વિદાય સમારંભ બાદ દારૂની મહેફિલ માણતા 3 ST કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એસટી વિભાગના 3 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા
  • વિદાય સમારંભ બાદ દારૂ પાર્ટી કરી હતી
  • અંબાજી ડેપોમાં ફરજ બજાવતા હતા કર્મચારીઓ

ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે.અંબાજી ST ડેપોના કર્મચારીઓના વિદાય સમારંભ બાદ દારૂની મહેફીલ માણતા હતા કર્મીઓ.વિદાય સમારંભ બાદ ધોરીગામ પાસે પાવઠી ખાતે જઈ દારૂ અને ચખણાની મજા માણી હતી.વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લેવાયા પગલા.

અંબાજી ડેપો ખાતે બજાવતા હતા ફરજ

અંબાજી ડેપો ખાતે ફરજ બજાવતા 3 કર્મચારીઓ વિદાય સમારંભ બાદ દારૂની પાર્ટી માણી હતી,તેવો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,વીડિયોની ગંભીરતા જાણીને એસટીના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.હજુ એક કર્મચારી ઉપર પગલાં ભરાઈ શકે છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા ત્રણ કર્મચારીઓ

1. એન.પી.ચૌહાણ

2. જે.જે.સોલંકી

3. પી.એ.પ્રજાપતિ

સુરતમાં દારૂ મહેફિલ મુદ્દે પાંચ અધિકારીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ

સીંગણપોરના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સિનીયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશને પહેલા સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર પંકજ ગાંધીને પછીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.વીડિયોમાં દેખાઈ આવ્યું હતુ કે પંકજ ગાંધી મહેફિલમાં હાજર હતા અને તેના પુરાવા મળી આવ્યા હતા.અત્યાર સુધી કુલ પાંચ જેટલા કર્મચારી પર કાર્યવાહી કરવામાં આવી છે.

15 એપ્રિલ 2024ના રોજ વિધાનગરમાં દારૂ મહેફિલ ઝડપાઈ હતી

શિક્ષણના ધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટેલના રૂમ નંબર 306 માં વિદેશી દારૂની મહેફિલ માણતા 8 વિદ્યાર્થીઓને વિદ્યાનગર પોલીસે છાપો મારી રંગે હાથ ઝડપી લીધા હતા. આ તમામ વિદ્યાર્થીઓ આણંદ જિલ્લા બહારના હોવાનું સામે આવ્યું છે. મૂળ લુણાવાડાના અને વાસદ રહેતા કશ્યપ સેવકના બર્થ ડેને લઈ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. પોલીસે તમામ 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.