Surendranagar: ધ્રાંગધ્રા સિટી PSIસહિત બે પોલીસ કર્મી સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

જુગાર રમતા હોવાની દાઝ રાખી માર માર્યો હોવાની રજૂઆત બાદ કાર્યવાહીછાતીમાં માર મારતા દુઃખાવો ઉપડતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયો પીએસઆઇ સહિત બે પોલીસ સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગયેલ છે ધ્રાંગધ્રા શહેરના પુનીતનગર વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી પોલીસે રેડ કરી જુગાર ઝડપી લીધા બાદ આરોપીઓને માર મારતા એક શખ્સને એટેક આવ્યાની રજૂઆત બાદ સીટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સહિત બે પોલીસ સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગયેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના પુનીતનગર વિસ્તારમાં રોકડ રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને રેડ કરી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ શખ્સોને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ જુગાર રમતા હોવાની દાઝ રાખી માર માર્યો હતો અને રમેશભાઇને છાતીમાં પણ લાત મારી હતી. જેથી એટેક આવી જતા તાત્કાલિક મોડી રાત્રે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ સવારે આ શખ્સો અને ક્ષત્રીય સમાજના અગ્રણીઓએ ધ્રાંગધ્રા સીટી પીઆઇ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને માર માર્યાનુ બતાવી પીએસઆઇ સહિત બે સામે ફરીયાદ દાખલ કરવાની રજૂઆત કરાતા સીટી પીઆઇએમ. યુ. મશીએ તાત્કાલીક જવાબદારો સામે એનસી ગુના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપતા હરદેવસિંહ ભુપતસિંહ ઝાલા રહે.ચબુતરા હનુમાન પાસે વાળાએ સિટી પીએસઆઇ બી.કે. મારૂડા અને સરફરાજભાઇ સામે મારા માર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી.આમ જુગાર કેસમાં માર મારતા પીએસઆઇ સહિત બે સામે ફરિયાદ દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે. બંને સામે એનસી ગુનો નોંધાયો છે ધ્રાંગધ્રા સિટી પીઆઇ એમ.યુ.મશીએ જણાવેલ કે જુગાર કેસના આરોપીને માર મારવાની ઘટનાની રજૂઆત બાદ તપાસ કરતા પીએસઆઇ સહિત બે સામે માર મારવાના કેસમાં એનસી ગુનો દાખલ કરાયો છે.

Surendranagar: ધ્રાંગધ્રા સિટી PSIસહિત બે પોલીસ કર્મી સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જુગાર રમતા હોવાની દાઝ રાખી માર માર્યો હોવાની રજૂઆત બાદ કાર્યવાહી
  • છાતીમાં માર મારતા દુઃખાવો ઉપડતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયો
  • પીએસઆઇ સહિત બે પોલીસ સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગયેલ છે

ધ્રાંગધ્રા શહેરના પુનીતનગર વિસ્તારમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી પોલીસે રેડ કરી જુગાર ઝડપી લીધા બાદ આરોપીઓને માર મારતા એક શખ્સને એટેક આવ્યાની રજૂઆત બાદ સીટી પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ સહિત બે પોલીસ સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગયેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના પુનીતનગર વિસ્તારમાં રોકડ રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને રેડ કરી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ આ શખ્સોને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ જુગાર રમતા હોવાની દાઝ રાખી માર માર્યો હતો અને રમેશભાઇને છાતીમાં પણ લાત મારી હતી. જેથી એટેક આવી જતા તાત્કાલિક મોડી રાત્રે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ સવારે આ શખ્સો અને ક્ષત્રીય સમાજના અગ્રણીઓએ ધ્રાંગધ્રા સીટી પીઆઇ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને માર માર્યાનુ બતાવી પીએસઆઇ સહિત બે સામે ફરીયાદ દાખલ કરવાની રજૂઆત કરાતા સીટી પીઆઇએમ. યુ. મશીએ તાત્કાલીક જવાબદારો સામે એનસી ગુના હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપતા હરદેવસિંહ ભુપતસિંહ ઝાલા રહે.ચબુતરા હનુમાન પાસે વાળાએ સિટી પીએસઆઇ બી.કે. મારૂડા અને સરફરાજભાઇ સામે મારા માર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ હતી.આમ જુગાર કેસમાં માર મારતા પીએસઆઇ સહિત બે સામે ફરિયાદ દાખલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયેલ છે.

બંને સામે એનસી ગુનો નોંધાયો છે

ધ્રાંગધ્રા સિટી પીઆઇ એમ.યુ.મશીએ જણાવેલ કે જુગાર કેસના આરોપીને માર મારવાની ઘટનાની રજૂઆત બાદ તપાસ કરતા પીએસઆઇ સહિત બે સામે માર મારવાના કેસમાં એનસી ગુનો દાખલ કરાયો છે.