Sabarkantha: વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો, પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટ

વડાલીમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યાનો ખુલાસો મૃતક અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો પોલીસે જયંતિ વણઝારા નામના યુવકની કરી ધરપકડસાબરકાંઠાના વડાલીમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને મોતને ઘાટ ઉતારવા માટે બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું.મળતી માહિતી મુજબ વડાલીમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વળાંક આવ્યો હતો. પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે. પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું અને પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા યુવક જિતેન્દ્ર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં, કિશોરી સહિત બે ઈજાગ્રસ્ત થયા છે.શું હતો સમગ્ર મામલો?સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક ઘટના સામે આવી હતી. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે અને માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું. બ્લાસ્ટની જાણ થતા વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવાર ના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકા ભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ હરીફર કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી. જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર બનાવવાની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Sabarkantha: વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ખુલાસો, પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડાલીમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યાનો ખુલાસો
  • મૃતક અને આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો
  • પોલીસે જયંતિ વણઝારા નામના યુવકની કરી ધરપકડ

સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને મોતને ઘાટ ઉતારવા માટે બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું.

મળતી માહિતી મુજબ વડાલીમાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં નવો વળાંક આવ્યો હતો. પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે. પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું અને પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા યુવક જિતેન્દ્ર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં, કિશોરી સહિત બે ઈજાગ્રસ્ત થયા છે.

શું હતો સમગ્ર મામલો?

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક ઘટના સામે આવી હતી. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે અને માસુમ બાળકીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું. બ્લાસ્ટની જાણ થતા વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવાર ના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકા ભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ હરીફર કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી. જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર બનાવવાની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.