Bhavnagar: ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

સરકાર દ્વારા NDRFની 1 ટીમ મોકલવામાં આવીરાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સરકારે પણ અગમચેતીના ભાગ રૂપે પોતાનું કામ શરૂ કરી દીધું છે. ભાવનગર શહેરમાં હજુ ચોમાસાની સીઝન શરૂ થઈ છે, ત્યાં સરકાર દ્વારા NDRFની 1 ટીમ મોકલવામાં આવી છે અને અતિ વરસાદમાં પુરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્કયુની કામગીરી આ ટીમ કરશે. તમને જણાવી દઈએ કે ભાવનગરમાં વરસાદની ભારે આગાહીના પગલે સરકારે એનડીઆરએફની ટીમ ફાળવી છે અને શહેરમાં એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા છે. ત્યારે જિલ્લામાં ગમે ત્યારે પુરની સ્થિતિ સર્જાય તો ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઈ છે. ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Bhavnagar: ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકાર દ્વારા NDRFની 1 ટીમ મોકલવામાં આવી
  • રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી
  • એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સરકારે પણ અગમચેતીના ભાગ રૂપે પોતાનું કામ શરૂ કરી દીધું છે. ભાવનગર શહેરમાં હજુ ચોમાસાની સીઝન શરૂ થઈ છે, ત્યાં સરકાર દ્વારા NDRFની 1 ટીમ મોકલવામાં આવી છે અને અતિ વરસાદમાં પુરની સ્થિતિમાં જિલ્લામાં જઈને રેસ્કયુની કામગીરી આ ટીમ કરશે.

તમને જણાવી દઈએ કે ભાવનગરમાં વરસાદની ભારે આગાહીના પગલે સરકારે એનડીઆરએફની ટીમ ફાળવી છે અને શહેરમાં એનડીઆરએફના 30થી વધુ જવાનો તમામ સાધનો સાથે આવી પહોંચ્યા છે. ત્યારે જિલ્લામાં ગમે ત્યારે પુરની સ્થિતિ સર્જાય તો ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત

ગુજરાતમાં ચોમાસાને લઈ NDRFની ટીમો તૈનાત કરાઈ છે. જેમાં NDRFની વધુ 4 ટીમોને તૈનાત કરાઈ છે. તેમાં ગીર સોમનાથ, ભાવનગરમાં 1-1 ટીમ તેમજ દ્વારકા અને નર્મદામાં 1-1 ટીમ તથા NDRFની કુલ 7 ટીમો જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ મામલે અગમચેતીના ભાગરૂપે આ NDRFની વધુ 4 ટીમો તૈનાત કરાઈ છે.

ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકા અને નર્મદામાં એક એક ટીમો ડિપ્લોઈડ કરવામાં આવી છે. તેમજ ભુજ, વલસાડ, રાજકોટ પહેલાથી NDRFની ટીમ હાજર છે. જેમાં કુલ સાત ટીમ જિલ્લાઓમાં હાલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. NDRFની ટીમ દ્વારા વલસાડના નીચાણવાળા વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં નબળું પડેલુ નૈઋત્યનું ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર વર્ષી હતી. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.