Sabarkantha News : સાબરકાંઠામાં અપક્ષ ઉમેદવારે શકિતપ્રદર્શન કરી નોંધાવી ઉમેદવારી

રેલી બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી સમર્થકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શક્તિ પ્રદર્શન જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરાઈ લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે,ગુજરાતમાં બીજા ફેઝમાં ચૂંટણી યોજાશે,હાલમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદાવારો ફોર્મ ભરી રહ્યા છે અને સાથે સાથે પ્રચાર પણ કરી રહ્યાં છે,ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર ભૂપેન્દ્રસિંહે આજે રેલી યોજી ફોર્મ ભર્યુ હતુ,આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉમેદવારે જેસીબી મશીનમાં ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તુષાપ ચૌધરી ફોર્મ ભરતી વખતે થયા ભાવુક સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન ડો. તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીએ દુષ્કાળ સમયે રાજ્ય અને આદિવાસી વિસ્તારમાં કરેલી કામગીરીને યાદ કરીને રડી પડયા હતા અને તેમના સમર્થકો પણ ભાવુક થઈ ગયા હતા.જાહેર સભામાં બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે,15મી એપ્રિલે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાવુક થઈ ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડયા હતા. સાબરકાંઠા બેઠક પર રાજકીય ભૂકંપ સાબરકાંઠા બેઠકથી ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ પી. ઝાલાના અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો મેસેજ વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકરો પ્રચારમાં નિરસ જોવા મળી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 19મી એપ્રિલે શુભ મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતો સોશિયલ મીડીયા પર મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે અપક્ષ ઉમેદવાર ગમે તે ઉમેદવારનું જીતનું ગણિત બગાડી શકે છે. આજે ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય કે, સાબરકાંઠા બેઠક ભાજપ માટે પહેલાથી જ વિવાદમાં રહી છે. અહીં પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં તેમની જગ્યાએ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ભાજપ-કોગ્રેસના ઉમેદવારે 16 એપ્રિલે ભર્યુ ફોર્મ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યારે 16 એપ્રિલે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ટેકેદારો સાથે ભર્યુ હતુ. ત્યારબાદ ઝંઝાવાત ચૂંટણી પ્રચાર શરૂ થશે અને મોટાગજના નેતાઓની સભાઓ યોજાશે.

Sabarkantha News : સાબરકાંઠામાં અપક્ષ ઉમેદવારે શકિતપ્રદર્શન કરી નોંધાવી ઉમેદવારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલી બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી
  • સમર્થકો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શક્તિ પ્રદર્શન
  • જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરાઈ

લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે,ગુજરાતમાં બીજા ફેઝમાં ચૂંટણી યોજાશે,હાલમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદાવારો ફોર્મ ભરી રહ્યા છે અને સાથે સાથે પ્રચાર પણ કરી રહ્યાં છે,ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર ભૂપેન્દ્રસિંહે આજે રેલી યોજી ફોર્મ ભર્યુ હતુ,આ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.ઉમેદવારે જેસીબી મશીનમાં ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ.સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયા અને કોંગ્રેસ બેઠક પરથી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.


કોંગ્રેસના ઉમેદવાર તુષાપ ચૌધરી ફોર્મ ભરતી વખતે થયા ભાવુક

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન ડો. તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીએ દુષ્કાળ સમયે રાજ્ય અને આદિવાસી વિસ્તારમાં કરેલી કામગીરીને યાદ કરીને રડી પડયા હતા અને તેમના સમર્થકો પણ ભાવુક થઈ ગયા હતા.જાહેર સભામાં બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે,15મી એપ્રિલે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાવુક થઈ ગયા હતા. જ્યારે સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ રોડ શો દરમિયાન માતા અને બહેનને ભેટીને રડી પડયા હતા.

સાબરકાંઠા બેઠક પર રાજકીય ભૂકંપ

સાબરકાંઠા બેઠકથી ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ પી. ઝાલાના અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો મેસેજ વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકરો પ્રચારમાં નિરસ જોવા મળી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 19મી એપ્રિલે શુભ મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતો સોશિયલ મીડીયા પર મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે અપક્ષ ઉમેદવાર ગમે તે ઉમેદવારનું જીતનું ગણિત બગાડી શકે છે. આજે ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય કે, સાબરકાંઠા બેઠક ભાજપ માટે પહેલાથી જ વિવાદમાં રહી છે. અહીં પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા. બાદમાં તેમની જગ્યાએ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.

ભાજપ-કોગ્રેસના ઉમેદવારે 16 એપ્રિલે ભર્યુ ફોર્મ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત બાદ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષના ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યારે 16 એપ્રિલે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ટેકેદારો સાથે ભર્યુ હતુ. ત્યારબાદ ઝંઝાવાત ચૂંટણી પ્રચાર શરૂ થશે અને મોટાગજના નેતાઓની સભાઓ યોજાશે.