આજે હનુમાન જન્મ જ્યંતીએે ભરૂચ પંથકમાં ધાર્મિક કાર્યક્રમો

યાત્રામાં યુવાનો કેસરિયાં કપડાં પહેરે તેવી શક્યતાચલિત હનુમાન ચાલીસા યાત્રા નગરમાં આકર્ષણરૂપ સાબિત થશે હનુમાન જયંતિ આવતી હોય હનુમાનજીના ભકતોમાં અનોખો આનંદ ફેલાઈ ગયોઆજે શ્રી હનુમાનજી જયંતિ નિમિત્તે ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં આવેલ વિવિધ હનુમાનજીના મંદિરો ખાતે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. એટલુ જ નહી પરંતુ વિવિધ સ્થાનકો ખાતે ભંડારાઓનું પણ આયોજન કરાયુ છે. જોગાનુજોગે હનુમાનજીનો વાર એટલે કે મંગળવારના રોજ જ હનુમાન જયંતિ આવતી હોય હનુમાનજીના ભકતોમાં અનોખો આનંદ ફેલાઈ ગયો છે. તેમાંય ભરૂચ નગર ખાતે તા.23-4-24 ના મંગળવારે સાંજે 4 કલાકે ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ ચલિત હનુમાન ચાલીસા યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભરૂચ પંથકના લોકો જોડાઈ તેવી સંભાવના છે.ચલિત હનુમાન ચાલીસા યાત્રાની ખાસ ધાર્મિક વિશેષતા એ છે કે સમધુર સંગીત સાથે વિવિધ વાહનો પર સવાર થઈ હનુમાનજીના ભકતો હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે જેથી જે વિસ્તારમાંથી ચલિત હનુમાન ચાલીસા યાત્રા પસાર થાય ત્યાં ધાર્મિક વાતાવરણ છવાઈ જાય છે. આમ આજે તા.23-4-24 ના રોજ સમગ્ર ભરૂચ પંથકમાં હનુમાનજીનો ગરિમા અને પ્રભાવ છવાઈ જશે. મોટા ભાગે યુવાનો આ યાત્રામાં વધુ ભાગ લેતા હોય યુવાનો કેસરિયા કપડા પહેરી આ યાત્રામાં જોડાઈ તેવી સંભાવના છે. મોટી સંખ્યામાં યુવાનો અને લોકો ચલિત હનુમાન ચાલીસા યાત્રામાં જોડાશે ત્યારે આ યાત્રાનો રૂટ જોતા ભરૂચના કોઠી ચારરસ્તાથી, જૈન મંદિર, સોનેરી મહેલ, હાથીખાના બજાર, નવાડેરા, ચકલા, જુના બજાર, લાલબજાર થઈ જુની કોર્ટ પાસેથી આ ચલિત હનુમાન ચાલીસા યાત્રા શંકરાચાર્ય મઠ સુધી પહોંચશે. અત્રે નોંધવુ રહ્યુ કે, શંકરાચાર્ય મઠ હનુમાનજીના ભકતો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે. યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે ચલિત હનુમાન ચાલીશા યાત્રા સમગ્ર ભરૂચ અને ખાસ કરીને જુના ભરૂચના વિવિધ વિસ્તારમાંથી પસાર થનાર હોય આ વિસ્તારોમાં ઘણા સંવેદનશીલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર યાત્રા દરમ્યાન ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એટલુ જ નહી પરંતુ વીડીયોગ્રાફીથી માંડીને તમામ ચોકસાઈનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ બંદોબસ્ત અંગે આગોતરૂ આયોજન કર્યુ હોય ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તેમજ એલસીબી અને એસઓજી દ્વારા આ સમગ્ર ચલિત હનુમાન ચાલીશા યાત્રાના રૂટ અંગે ખાસ સમીક્ષા કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અયોધ્યા નગર યુવાશકિત મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજનભરૂચ નગરના અયોધ્યાનગર યુવાશકિત મંડળ ભરૂચ દ્વારા હનુમાનજી જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મહાપ્રસાદી રૂપે તા.23-4-24 ના મંગળવાર સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે એમ પ્રમુખ તેજસ રાણા, ઉપપ્રમુખ ચિરાગ ચૌહાણ તેમજ દીપ પટેલે જણાવ્યુ હતુ. આ યુવાનોએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક દિવસ અગાઉ એટલે કે તા.22-4-24 ના સોમવારે હનુમાન જયંતિ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લોકગાયક યશ પટેલે આગવી રંગત જમાવી હતી

આજે હનુમાન જન્મ જ્યંતીએે ભરૂચ પંથકમાં ધાર્મિક કાર્યક્રમો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યાત્રામાં યુવાનો કેસરિયાં કપડાં પહેરે તેવી શક્યતા
  • ચલિત હનુમાન ચાલીસા યાત્રા નગરમાં આકર્ષણરૂપ સાબિત થશે
  • હનુમાન જયંતિ આવતી હોય હનુમાનજીના ભકતોમાં અનોખો આનંદ ફેલાઈ ગયો


આજે શ્રી હનુમાનજી જયંતિ નિમિત્તે ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં આવેલ વિવિધ હનુમાનજીના મંદિરો ખાતે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. એટલુ જ નહી પરંતુ વિવિધ સ્થાનકો ખાતે ભંડારાઓનું પણ આયોજન કરાયુ છે. જોગાનુજોગે હનુમાનજીનો વાર એટલે કે મંગળવારના રોજ જ હનુમાન જયંતિ આવતી હોય હનુમાનજીના ભકતોમાં અનોખો આનંદ ફેલાઈ ગયો છે. તેમાંય ભરૂચ નગર ખાતે તા.23-4-24 ના મંગળવારે સાંજે 4 કલાકે ચલિત હનુમાન ચાલીસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ ચલિત હનુમાન ચાલીસા યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભરૂચ પંથકના લોકો જોડાઈ તેવી સંભાવના છે.

ચલિત હનુમાન ચાલીસા યાત્રાની ખાસ ધાર્મિક વિશેષતા એ છે કે સમધુર સંગીત સાથે વિવિધ વાહનો પર સવાર થઈ હનુમાનજીના ભકતો હનુમાન ચાલીસાના પાઠ કરતા હોય છે જેથી જે વિસ્તારમાંથી ચલિત હનુમાન ચાલીસા યાત્રા પસાર થાય ત્યાં ધાર્મિક વાતાવરણ છવાઈ જાય છે. આમ આજે તા.23-4-24 ના રોજ સમગ્ર ભરૂચ પંથકમાં હનુમાનજીનો ગરિમા અને પ્રભાવ છવાઈ જશે. મોટા ભાગે યુવાનો આ યાત્રામાં વધુ ભાગ લેતા હોય યુવાનો કેસરિયા કપડા પહેરી આ યાત્રામાં જોડાઈ તેવી સંભાવના છે. મોટી સંખ્યામાં યુવાનો અને લોકો ચલિત હનુમાન ચાલીસા યાત્રામાં જોડાશે ત્યારે આ યાત્રાનો રૂટ જોતા ભરૂચના કોઠી ચારરસ્તાથી, જૈન મંદિર, સોનેરી મહેલ, હાથીખાના બજાર, નવાડેરા, ચકલા, જુના બજાર, લાલબજાર થઈ જુની કોર્ટ પાસેથી આ ચલિત હનુમાન ચાલીસા યાત્રા શંકરાચાર્ય મઠ સુધી પહોંચશે. અત્રે નોંધવુ રહ્યુ કે, શંકરાચાર્ય મઠ હનુમાનજીના ભકતો માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે.

યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે

ચલિત હનુમાન ચાલીશા યાત્રા સમગ્ર ભરૂચ અને ખાસ કરીને જુના ભરૂચના વિવિધ વિસ્તારમાંથી પસાર થનાર હોય આ વિસ્તારોમાં ઘણા સંવેદનશીલ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ અંગે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર યાત્રા દરમ્યાન ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એટલુ જ નહી પરંતુ વીડીયોગ્રાફીથી માંડીને તમામ ચોકસાઈનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ બંદોબસ્ત અંગે આગોતરૂ આયોજન કર્યુ હોય ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તેમજ એલસીબી અને એસઓજી દ્વારા આ સમગ્ર ચલિત હનુમાન ચાલીશા યાત્રાના રૂટ અંગે ખાસ સમીક્ષા કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અયોધ્યા નગર યુવાશકિત મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન

ભરૂચ નગરના અયોધ્યાનગર યુવાશકિત મંડળ ભરૂચ દ્વારા હનુમાનજી જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મહાપ્રસાદી રૂપે તા.23-4-24 ના મંગળવાર સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે એમ પ્રમુખ તેજસ રાણા, ઉપપ્રમુખ ચિરાગ ચૌહાણ તેમજ દીપ પટેલે જણાવ્યુ હતુ. આ યુવાનોએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક દિવસ અગાઉ એટલે કે તા.22-4-24 ના સોમવારે હનુમાન જયંતિ નિમિત્તે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં લોકગાયક યશ પટેલે આગવી રંગત જમાવી હતી