Bank Fraud: સાત કરોડની છેતરપિંડીના આરોપી સામે ચાર્જફ્રેમ થયો

ખાતેદારો-થાપણદારોના વીમાના નાણાં તત્કાલીન CEO ચાંઉ કરી ગયાગુનો થયાના ત્રેવીસ વર્ષ બાદ આર.એમ. શાહ સામે કાયદાનો સકંજો ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા તરફ્થી અદાલત સમક્ષ રજૂઆત કરાઇ હતી ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો.ઓપરેટિવ બેંકના કરોડો રૂપિયાના કૌભાંડમાં ખાતેદારો-થાપણદારોના વીમાના પૈસા ચાંઉ કરી રૂ.7.50 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં માધવપુરા બેંકના સીઇઓ આર.એમ.શાહ સામે આખરે 23 વર્ષના વ્હાણાં વીત્યા બાદ ચાર્જફ્રેમ કરાયો છે. એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમાર નવીને આરોપી સીઇઓ આર.એમ.શાહ વિરૂદ્ધ છેતરપીંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો હેઠળ તહોમતનામું ફ્રમાવ્યું હતું. માધવપુરા મર્કેન્ટાઇલ કો.ઓ.બેંકના કરોડો રૂપિયાના કૌભાંડમાં ખુદ બેંકના જ ખાતેદારો અને થાપણદારોના વીમાની રકમ ચાંઉ કરી લેવાના પ્રકરણમાં તત્કાલીન આરોપી સીઇઓ આર.એમ.શાહ વિરુધ્ધ ડિપોઝિટ ઈન્શયોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા દ્વારા તા.12-7-2004ના રોજ ચાર્જફ્રેમ કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ હતી. ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા તરફ્થી અદાલત સમક્ષ રજૂઆત કરાઇ હતી કે, જુલાઇ-2012માં માધપુરા બેંક ફ્ડચામાં જતાં બેંકમાં લીકવીડેટરની નિમણૂંક કરાઇ હતી. બેંકની ગંભીર ગેરરીતિઓને લઇ રિર્ઝર્વે બેંક ઓફ્ ઇન્ડિયાએ ગત તા.12-3-2001ના રોજ બેંકીંગ રેગ્યુલેશન એકટ હેઠળ બેંકનું કિલયરીંગનું કામકાજ સસ્પેન્ડ કરી દીધુ હતું. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ રજિસ્ટ્રાર, કો.ઓ.સોસાયટીઝ દ્વારા માધવપુરા બેંકને પુનર્જીવિત કરવા માટે દસ વર્ષની રિવાઇવલ સ્કીમ હેઠળ મૂકી હતી પરંતુ તમામ પ્રયાસો છતાં બેંક પુર્નજીવિત થઇ શકી ન હતી. આખરે તા.24-8-2011ના રોજ નક્કી કરાયુ કે, બેંકને ધી ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન એકટ-1961ની કલમ-35(એ) હેઠળ મૂકવામાં આવે અને આરબીઆઇ દ્વારા તા.1-6-2012ના રોજ બેંકનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું. આ ભૂલના કારણે 400 કરોડ ચૂકવવાનો વારો આવ્યો હતો ડીઆઇસીજીસીઆઇમાંથી ખાતેદાર-થાપણદારોના વીમાની ચૂકવણી માટે બેંક તરફ્થી 2856 ખાતામાં 2461 કેસની યાદી અપાઇ હતી. પરંતુ બેંકના તત્કાલીન સીઇઓ સહિતના અધિકારીઓને ખબર હોવાછતાં સાચી હકીકત છુપાવી કલમ 16(3)નો ભંગ કરી ખાતાઓને મર્જ કર્યા વિના માહિતી પૂરી પાડી હતી, જેના કારણે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીં કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયાને રૂ. 400.92 કરોડની બેકને ચૂકવણી કરવી પડી હતી. બેંક તરફ્થી અપાયેલી ખોટી માહિતી અને વિગતોના કારણે કોર્પોરેશનને રૂ.7.35 કરોડનું મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

Bank Fraud: સાત કરોડની છેતરપિંડીના આરોપી સામે ચાર્જફ્રેમ થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખાતેદારો-થાપણદારોના વીમાના નાણાં તત્કાલીન CEO ચાંઉ કરી ગયા
  • ગુનો થયાના ત્રેવીસ વર્ષ બાદ આર.એમ. શાહ સામે કાયદાનો સકંજો
  • ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા તરફ્થી અદાલત સમક્ષ રજૂઆત કરાઇ હતી

ધી માધવપુરા મર્કેન્ટાઇલ કો.ઓપરેટિવ બેંકના કરોડો રૂપિયાના કૌભાંડમાં ખાતેદારો-થાપણદારોના વીમાના પૈસા ચાંઉ કરી રૂ.7.50 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં માધવપુરા બેંકના સીઇઓ આર.એમ.શાહ સામે આખરે 23 વર્ષના વ્હાણાં વીત્યા બાદ ચાર્જફ્રેમ કરાયો છે. એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પવનકુમાર નવીને આરોપી સીઇઓ આર.એમ.શાહ વિરૂદ્ધ છેતરપીંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો હેઠળ તહોમતનામું ફ્રમાવ્યું હતું.

માધવપુરા મર્કેન્ટાઇલ કો.ઓ.બેંકના કરોડો રૂપિયાના કૌભાંડમાં ખુદ બેંકના જ ખાતેદારો અને થાપણદારોના વીમાની રકમ ચાંઉ કરી લેવાના પ્રકરણમાં તત્કાલીન આરોપી સીઇઓ આર.એમ.શાહ વિરુધ્ધ ડિપોઝિટ ઈન્શયોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા દ્વારા તા.12-7-2004ના રોજ ચાર્જફ્રેમ કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ હતી. ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીંગ કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયા તરફ્થી અદાલત સમક્ષ રજૂઆત કરાઇ હતી કે, જુલાઇ-2012માં માધપુરા બેંક ફ્ડચામાં જતાં બેંકમાં લીકવીડેટરની નિમણૂંક કરાઇ હતી. બેંકની ગંભીર ગેરરીતિઓને લઇ રિર્ઝર્વે બેંક ઓફ્ ઇન્ડિયાએ ગત તા.12-3-2001ના રોજ બેંકીંગ રેગ્યુલેશન એકટ હેઠળ બેંકનું કિલયરીંગનું કામકાજ સસ્પેન્ડ કરી દીધુ હતું. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ રજિસ્ટ્રાર, કો.ઓ.સોસાયટીઝ દ્વારા માધવપુરા બેંકને પુનર્જીવિત કરવા માટે દસ વર્ષની રિવાઇવલ સ્કીમ હેઠળ મૂકી હતી પરંતુ તમામ પ્રયાસો છતાં બેંક પુર્નજીવિત થઇ શકી ન હતી. આખરે તા.24-8-2011ના રોજ નક્કી કરાયુ કે, બેંકને ધી ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન એકટ-1961ની કલમ-35(એ) હેઠળ મૂકવામાં આવે અને આરબીઆઇ દ્વારા તા.1-6-2012ના રોજ બેંકનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું.

આ ભૂલના કારણે 400 કરોડ ચૂકવવાનો વારો આવ્યો હતો

ડીઆઇસીજીસીઆઇમાંથી ખાતેદાર-થાપણદારોના વીમાની ચૂકવણી માટે બેંક તરફ્થી 2856 ખાતામાં 2461 કેસની યાદી અપાઇ હતી. પરંતુ બેંકના તત્કાલીન સીઇઓ સહિતના અધિકારીઓને ખબર હોવાછતાં સાચી હકીકત છુપાવી કલમ 16(3)નો ભંગ કરી ખાતાઓને મર્જ કર્યા વિના માહિતી પૂરી પાડી હતી, જેના કારણે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેટીં કોર્પોરેશન ઓફ્ ઇન્ડિયાને રૂ. 400.92 કરોડની બેકને ચૂકવણી કરવી પડી હતી. બેંક તરફ્થી અપાયેલી ખોટી માહિતી અને વિગતોના કારણે કોર્પોરેશનને રૂ.7.35 કરોડનું મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.