ગુજરાત યુનિવર્સિટીનો B.Sc ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો

આવતીકાલનું પેપર વિદ્યાર્થીઓને આજે આપી દેવાયું વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઈ ગયું યુનિ.ને ભૂલ સમજાતા હાથથી લખેલું પેપર અપાયું ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. આ વચ્ચે યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યા છે. જ્યાં ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો જેમાં આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. હાલમાં ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઇ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું. જોકે પછી યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમજ ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાક જેટલો સમય આપવામાં આવ્યો હતો. આ સાથે જ યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના સાથે જ યુનિવર્સિટીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના કારણે આગામી દિવસના પેપરમાં પણ મુશકેલી રહેશે.

ગુજરાત યુનિવર્સિટીનો B.Sc ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આવતીકાલનું પેપર વિદ્યાર્થીઓને આજે આપી દેવાયું
  • વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઈ ગયું
  • યુનિ.ને ભૂલ સમજાતા હાથથી લખેલું પેપર અપાયું

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. આ વચ્ચે યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર છબરડા સર્જાતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યા છે. જ્યાં ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો છબરડો સર્જાયો જેમાં આવતીકાલનું પેપર આજે આપી દેવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા.

હાલમાં ગુજરાત યુનિવર્સિટીની B.sc સેમેસ્ટર-6ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે આપી દેવાયું હતું. વિષય કોડમાં ભૂલને કારણે સમગ્ર પેપર બદલાઇ ગયું હતું. વિદ્યાર્થીઓને 308 નંબરનું પેપર આપવાનું હતું, તેના બદલે 309 નંબરનું પેપર આપવામાં આવ્યું હતું.


જોકે પછી યુનિવર્સિટીને ભૂલ સમજાતા યુનિવર્સિટી તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમજ ભૂલ સુધારવા માટે વિદ્યાર્થીઓને હાથથી લખેલું પેપર આપવામાં આવ્યું હતું. આ બધામાં જે સમય બગડ્યો તેને કારણે વિદ્યાર્થીઓને પેપરના સમયમાં દોઢ કલાક જેટલો સમય આપવામાં આવ્યો હતો.

આ સાથે જ યુનિવર્સટીની આ ગંભીર ભૂલને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના સાથે જ યુનિવર્સિટીની ભૂલના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેના કારણે આગામી દિવસના પેપરમાં પણ મુશકેલી રહેશે.