Bharuch News: બેફામ ટ્રકચાલકે લીધો 9 વર્ષના બાળકનો જીવ

એક્ટિવા સવાર મહિલા અને બાળકને લીધા અડફેટેABC સર્કલ નજીક અકસ્માતમાં 9 વર્ષના બાળકનું મોત ટ્રકચાલક ફરાર, લોકોએ કંડક્ટરને ઝડપી પાડ્યો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગના કેસમાં બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો થયાનું સામે આવે છે ત્યારે ભરૂચમાં આજે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક બેફામ ટ્રક ડ્રાયવર દ્વારા અડફેટે લેતા મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના ભરૂચના એબીસી સર્કલ પાસેની છે. જ્યાં એક બેફામ જઈ રહેલા ટ્રક ડ્રાયવારે એક્ટિવાને ટક્કર મારી હતી. મહિલા અને બાળક એક્ટીવા પર સવાર થઈ જઈ રહ્યા હતા તે જ સમયે આનંદ હોટલ સામે ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ટ્રકની અડફેટે આવતા એક્ટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે, અકસ્માતમાં ટ્રકની અડફેટે 9 વર્ષના બાળક હેનીલ ધર્મેશ કાપડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આનંદ હોટલ સામે એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્થાનિકોએ ટ્રકના ક્લીનરને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

Bharuch News: બેફામ ટ્રકચાલકે લીધો 9 વર્ષના બાળકનો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક્ટિવા સવાર મહિલા અને બાળકને લીધા અડફેટે
  • ABC સર્કલ નજીક અકસ્માતમાં 9 વર્ષના બાળકનું મોત
  • ટ્રકચાલક ફરાર, લોકોએ કંડક્ટરને ઝડપી પાડ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રોડ એક્સિડન્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગના કેસમાં બેફામ વાહન ચાલકોના લીધે અકસ્માતો થયાનું સામે આવે છે ત્યારે ભરૂચમાં આજે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક બેફામ ટ્રક ડ્રાયવર દ્વારા અડફેટે લેતા મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના ભરૂચના એબીસી સર્કલ પાસેની છે. જ્યાં એક બેફામ જઈ રહેલા ટ્રક ડ્રાયવારે એક્ટિવાને ટક્કર મારી હતી. મહિલા અને બાળક એક્ટીવા પર સવાર થઈ જઈ રહ્યા હતા તે જ સમયે આનંદ હોટલ સામે ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ટ્રકની અડફેટે આવતા એક્ટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે, અકસ્માતમાં ટ્રકની અડફેટે 9 વર્ષના બાળક હેનીલ ધર્મેશ કાપડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

આનંદ હોટલ સામે એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્થાનિકોએ ટ્રકના ક્લીનરને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.