Bhavnagar-Somnath highway પર 2 સિંહણની જોખમી લટાર

હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણની લટાર 2 સિંહણ અચાનક હાઈવે પર આવતા વાહનચાલકો થંભી ગયા જાફરબાદના બાલાનીવાવ ગામ નજીકની ઘટના ભાવનગર-સોમનાથ હાઈવે પર 2 સિંહણની જોખમી લટાર સામે આવી છે. જેમાં હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણની લટાર જોવા મળી છે. તેમાં 2 સિંહણ અચાનક હાઈવે પર આવતા વાહનચાલકો થંભી ગયા હતા. જાફરબાદના બાલાનીવાવ ગામ નજીકની આ ઘટના બની છે. ભૂતકાળમાં અજાણ્યા વાહનની હડફેટે અનેક સિંહોના મોત થઈ ચુક્યા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર 2 સિંહણ જોખમી રીતે મોડી રાતે ક્રોસ થયા હતા. જેમાં જાફરાબાદના બાલાનીવાવ ગામ નજીક 2 સિંહણ નેશનલ હાઇવે ઉપર આવતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. તેમાં નેશનલ હાઇવે ઉપર ભારે વાહનોની દોડધામ વચ્ચે સિંહોની લટાર જોખમી બની છે. ભૂતકાળમાં અજાણ્યા વાહનની હડફેટે અનેક સિંહોના મોત થઈ ચુક્યા છે. જંગલ વિસ્તારમાં છુટા છવાયા એકથી બે સિંહ જોવા મળતા હોય છે સિંહ એ સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવામાં આવે છે અને સિંહનો પ્રદેશ તે સાસણ છે. જૂનાગઢનું સાસણ તે સિંહ માટેનો પ્રિય પ્રદેશ છે. હાલમાં સાસણ વિસ્તારમાં રૂટ નંબર બે પર એક સાથે 8થી વધુ સિંહ જોવા મળતા પ્રવાસીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. સાસણ વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે અને સાસણ તે સિંહોનો પ્રદેશ પણ છે.અહીં સિંહ સદન છે કે, જ્યાંથી પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે જતા હોય છે. પરંતુ વાત અહીં એ છે કે, એક સાથે 8થી 10 સિંહનું ટોળું ક્યારેય આ જંગલ વિસ્તારમાં જોવા મળતું નથી. સાસણનો આ જંગલ વિસ્તારમાં છુટા છવાયા એકથી બે સિંહ જોવા મળતા હોય છે.

Bhavnagar-Somnath highway પર 2 સિંહણની જોખમી લટાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણની લટાર
  • 2 સિંહણ અચાનક હાઈવે પર આવતા વાહનચાલકો થંભી ગયા
  • જાફરબાદના બાલાનીવાવ ગામ નજીકની ઘટના

ભાવનગર-સોમનાથ હાઈવે પર 2 સિંહણની જોખમી લટાર સામે આવી છે. જેમાં હાઈવે પર ભારે વાહનોની અવરજવર વચ્ચે સિંહણની લટાર જોવા મળી છે. તેમાં 2 સિંહણ અચાનક હાઈવે પર આવતા વાહનચાલકો થંભી ગયા હતા. જાફરબાદના બાલાનીવાવ ગામ નજીકની આ ઘટના બની છે.

ભૂતકાળમાં અજાણ્યા વાહનની હડફેટે અનેક સિંહોના મોત થઈ ચુક્યા છે

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર 2 સિંહણ જોખમી રીતે મોડી રાતે ક્રોસ થયા હતા. જેમાં જાફરાબાદના બાલાનીવાવ ગામ નજીક 2 સિંહણ નેશનલ હાઇવે ઉપર આવતા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા. તેમાં નેશનલ હાઇવે ઉપર ભારે વાહનોની દોડધામ વચ્ચે સિંહોની લટાર જોખમી બની છે. ભૂતકાળમાં અજાણ્યા વાહનની હડફેટે અનેક સિંહોના મોત થઈ ચુક્યા છે.

જંગલ વિસ્તારમાં છુટા છવાયા એકથી બે સિંહ જોવા મળતા હોય છે

સિંહ એ સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવામાં આવે છે અને સિંહનો પ્રદેશ તે સાસણ છે. જૂનાગઢનું સાસણ તે સિંહ માટેનો પ્રિય પ્રદેશ છે. હાલમાં સાસણ વિસ્તારમાં રૂટ નંબર બે પર એક સાથે 8થી વધુ સિંહ જોવા મળતા પ્રવાસીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. સાસણ વિસ્તારમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે અને સાસણ તે સિંહોનો પ્રદેશ પણ છે.અહીં સિંહ સદન છે કે, જ્યાંથી પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે જતા હોય છે. પરંતુ વાત અહીં એ છે કે, એક સાથે 8થી 10 સિંહનું ટોળું ક્યારેય આ જંગલ વિસ્તારમાં જોવા મળતું નથી. સાસણનો આ જંગલ વિસ્તારમાં છુટા છવાયા એકથી બે સિંહ જોવા મળતા હોય છે.