અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા રેવા સાયકલો કાર્નિવલ યોજાયો

રેલીમાં ભરૂચ અને વલસાડથી પણ સાઇકલિસ્ટ જોડાયારેવા સાઇક્લો કાર્નિવલમાં 600 સાઇકલવીરો જોડાયા સાયકલ પર નીકળીને સાયકલિસ્ટ અંકલેશ્વર પહોંચ્યા હતા અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8માં રેવા સાઇક્લો કાર્નિવલનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કથી કરવામાં આવ્યું હતું. આ સાઈક્લો કાર્નિવલ સમગ્ર વસ્તારમાં ફરી હતી. સતત આઠ વર્ષથી આ રેલીનું સફ્ળ આયોજન કરવામાં આવી રહ્યું છે.અંકલેશ્વરમાં રવિવારના રોજ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા સવારના સમયે આઠમાં રેવા સાયકલો કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 600થી વધુ સાયકલલિસ્ટોએ ભાગ લીધો હતો. આ સાયકલ રેલીમાં ભરૂચ અને વલસાડથી પણ સાયકલિસ્ટ સાયકલ લઈને જોડાયા હતા વલસાડથી રાત્રે સાયકલ પર નીકળીને સાયકલિસ્ટ અંકલેશ્વર પહોંચ્યા હતા જ્યારે ભરૂચથી જોડાયેલા સાયકલિસ્ટમાં એક નાની બાળા પણ જોડાઈ હતી જે ભરૂચ થી સાયકલ પર સવાર થઈને આવી હતી અને રેલી પૂર્ણ થતા ભરૂચ પરત ફરી હતી. સ્વાસ્થ્ય, પર્યાવરણ,ટ્રાફ્કિ અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન, ઉદ્યોગ મંડળના માજી પ્રમુખ એન.કે. નાવડિયા, ઉદ્યોગપતિ કે શ્રીવત્સન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ પણ જોડાયા હતા. સમગ્ર આયોજન નરેશ પુજારા, મહંમદ જાડીવાલા અને લલિત ગામી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા રેવા સાયકલો કાર્નિવલ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલીમાં ભરૂચ અને વલસાડથી પણ સાઇકલિસ્ટ જોડાયા
  • રેવા સાઇક્લો કાર્નિવલમાં 600 સાઇકલવીરો જોડાયા
  • સાયકલ પર નીકળીને સાયકલિસ્ટ અંકલેશ્વર પહોંચ્યા હતા


અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8માં રેવા સાઇક્લો કાર્નિવલનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કથી કરવામાં આવ્યું હતું. આ સાઈક્લો કાર્નિવલ સમગ્ર વસ્તારમાં ફરી હતી. સતત આઠ વર્ષથી આ રેલીનું સફ્ળ આયોજન કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વરમાં રવિવારના રોજ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા સવારના સમયે આઠમાં રેવા સાયકલો કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 600થી વધુ સાયકલલિસ્ટોએ ભાગ લીધો હતો.

આ સાયકલ રેલીમાં ભરૂચ અને વલસાડથી પણ સાયકલિસ્ટ સાયકલ લઈને જોડાયા હતા વલસાડથી રાત્રે સાયકલ પર નીકળીને સાયકલિસ્ટ અંકલેશ્વર પહોંચ્યા હતા જ્યારે ભરૂચથી જોડાયેલા સાયકલિસ્ટમાં એક નાની બાળા પણ જોડાઈ હતી જે ભરૂચ થી સાયકલ પર સવાર થઈને આવી હતી અને રેલી પૂર્ણ થતા ભરૂચ પરત ફરી હતી.

સ્વાસ્થ્ય, પર્યાવરણ,ટ્રાફ્કિ અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન, ઉદ્યોગ મંડળના માજી પ્રમુખ એન.કે. નાવડિયા, ઉદ્યોગપતિ કે શ્રીવત્સન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ અને અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ પણ જોડાયા હતા. સમગ્ર આયોજન નરેશ પુજારા, મહંમદ જાડીવાલા અને લલિત ગામી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.