Weather Breaking : રાજયમાં ગરમીથી લોકોને મળશે રાહત,હીટવેવની શકયતા નહી

3 દિવસ તાપમાનમાં ક્રમશ થશે ઘટાડો ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ છે ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીએ જોર પકડયું છે શહેરીજનો ગરમીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે,અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી સમયમાં રાજયમાં ગરમીથી લોકોને રાહત મળશે,સાથે સાથે હીટવેવની શકયતા પણ નહીવત છે,અગામી સમયમાં તાપમાનમાં ક્રમશ ઘટાડો થતો જોવા મળશે. જાણો આજે કયા કેટલુ નોંધાયુ તાપમાન હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી,ગાંધીનગરમાં 37 ડિગ્રી,નોંધાયું છે,સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તો આમ છેલ્લા ત્રણ દિવસમાં આશરે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, ગત બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતારવણ રહેતા ગરમીનો પારો ઘટ્યો છે. જોકે, આગામી દિવસોમાં વાદળો હટવાની સાથે જ કાળઝાળ ગરમી પડશે.જાણો ગઈકાલે શું નોંધાયું હતુ તાપમાન ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આગામી દિવસોમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન છે. અત્યારે વેસ્ટર્ન્ડ ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાના પગલે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી 3-4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. રવિવારની વાત કરીએ તો રવિવારે સૌથી વધારે ગરમી વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ગરમી વેરાવણમાં 31.4 ડિગ્રી નોંધાઈ હતી. આટલું અવશ્ય કરો તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું.  

Weather Breaking : રાજયમાં ગરમીથી લોકોને મળશે રાહત,હીટવેવની શકયતા નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 દિવસ તાપમાનમાં ક્રમશ થશે ઘટાડો
  • ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે
  • પવનની દિશા ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ છે

ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીએ જોર પકડયું છે શહેરીજનો ગરમીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે,અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી સમયમાં રાજયમાં ગરમીથી લોકોને રાહત મળશે,સાથે સાથે હીટવેવની શકયતા પણ નહીવત છે,અગામી સમયમાં તાપમાનમાં ક્રમશ ઘટાડો થતો જોવા મળશે.

જાણો આજે કયા કેટલુ નોંધાયુ તાપમાન

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી,ગાંધીનગરમાં 37 ડિગ્રી,નોંધાયું છે,સૌથી વધુ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી તો આમ છેલ્લા ત્રણ દિવસમાં આશરે બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, ગત બુધવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતારવણ રહેતા ગરમીનો પારો ઘટ્યો છે. જોકે, આગામી દિવસોમાં વાદળો હટવાની સાથે જ કાળઝાળ ગરમી પડશે.

જાણો ગઈકાલે શું નોંધાયું હતુ તાપમાન

ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આગામી દિવસોમાં ભીષણ ગરમી પડવાનું અનુમાન છે. અત્યારે વેસ્ટર્ન્ડ ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાના પગલે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમી 3-4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. રવિવારની વાત કરીએ તો રવિવારે સૌથી વધારે ગરમી વિદ્યાનગરમાં 40.1 ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે સૌથી ઓછી ગરમી વેરાવણમાં 31.4 ડિગ્રી નોંધાઈ હતી.

આટલું અવશ્ય કરો

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું.