વિલાયતમાં અકસ્માતની ઘટના બાદ 19 વાહનો ડિટેઈન કરાયાં

ઘટના ને પગલે વાગરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતીજિંદગી સાથે રમત રમતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી. કામદારો ને ઘેટાં-બકરા ની જેમ ખીચો ખીચ ભરી ને મુસાફરી કરાવવામાં આવતી હોય છેવાગરા ની વિલાયત GIDC માં ટેમ્પો પલ્ટી ખાવાની ઘટના માં બે કામદારોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થતા પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.ઘટના ને પગલે વાગરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી.વાગરા પોલીસ દ્વારા ક્ષમતા કરતા વધુ માત્રામાં મુશાફરો નું વહન કરતા વાહનો સામે સપાટો બોલાવી દીધો હતો.પોલીસે પાંચ મહિન્દ્રા બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઈક્કો ગાડી તથા બે મોટર સાઇકલ મળી કુલ 19 વાહનો ને 207 મુજબ ડીટેન કર્યા હતા.પોલીસ ની કડક કામગીરી ને પગલે ગેરકાયદેસર મુશાફરઓ નું વહન કરતા વાહનચાલકો માં ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકા ની સાયખાં,વિલાયત તેમજ દહેજ ની કંપનીઓ માં નિયમો ને નેવે મૂકી કામદારો ને ઘેટાં-બકરા ની જેમ ખીચો ખીચ ભરી ને મુસાફરી કરાવવામાં આવતી હોય છે.પરંતુ આવા નિયમો ને અભરાઈએ ચઢાવી લોકો ની જિંદગી સાથે રમત રમતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી ની મોટાપાયે બુમો ઉઠી હતી.જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી.વાગરા પોલીસ ની કાર્યવાહી ને પગલે ગેરકાયદેસર પેસેન્જરો નું વહન કરતા વાહનો બંધ થતા સવાર ના સુમારે સેંકડો શ્રામિકો કંપનીએ કામ પર જતા રઝળી પડયા હતા.જેને કારણે કંપનીઓમાં કામ પર પ્રતિકૂળ અસર પડી હતી.

વિલાયતમાં અકસ્માતની ઘટના બાદ 19 વાહનો ડિટેઈન કરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘટના ને પગલે વાગરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી
  • જિંદગી સાથે રમત રમતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી.
  • કામદારો ને ઘેટાં-બકરા ની જેમ ખીચો ખીચ ભરી ને મુસાફરી કરાવવામાં આવતી હોય છે


વાગરા ની વિલાયત GIDC માં ટેમ્પો પલ્ટી ખાવાની ઘટના માં બે કામદારોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થતા પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.ઘટના ને પગલે વાગરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી.વાગરા પોલીસ દ્વારા ક્ષમતા કરતા વધુ માત્રામાં મુશાફરો નું વહન કરતા વાહનો સામે સપાટો બોલાવી દીધો હતો.પોલીસે પાંચ મહિન્દ્રા બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઈક્કો ગાડી તથા બે મોટર સાઇકલ મળી કુલ 19 વાહનો ને 207 મુજબ ડીટેન કર્યા હતા.પોલીસ ની કડક કામગીરી ને પગલે ગેરકાયદેસર મુશાફરઓ નું વહન કરતા વાહનચાલકો માં ફ્ફ્ડાટ ફેલાઈ જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકા ની સાયખાં,વિલાયત તેમજ દહેજ ની કંપનીઓ માં નિયમો ને નેવે મૂકી કામદારો ને ઘેટાં-બકરા ની જેમ ખીચો ખીચ ભરી ને મુસાફરી કરાવવામાં આવતી હોય છે.પરંતુ આવા નિયમો ને અભરાઈએ ચઢાવી લોકો ની જિંદગી સાથે રમત રમતા વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથી ની મોટાપાયે બુમો ઉઠી હતી.જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી.વાગરા પોલીસ ની કાર્યવાહી ને પગલે ગેરકાયદેસર પેસેન્જરો નું વહન કરતા વાહનો બંધ થતા સવાર ના સુમારે સેંકડો શ્રામિકો કંપનીએ કામ પર જતા રઝળી પડયા હતા.જેને કારણે કંપનીઓમાં કામ પર પ્રતિકૂળ અસર પડી હતી.