Ahmedabad: રસ્તા પર ચાલતી ગાડીમાં અચાનક લાગી આગ, કાર બળીને થઈ ખાખ

અમદાવાદના વસ્ત્રાલમાં કારમાં આગ લાગતા કાર બળીને ખાખવસ્ત્રાલના કર્ણાવતી ચાર રસ્તા પાસે બન્યો બનાવ ફાયરની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કર્ણાવતી ચાર રસ્તા પાસે ચાલતી ગાડી અચાનક જ ભડભડ સળગી ઉઠી અને થોડા જ સમયમાં કાર બળીને ખાખા થઈ ગઈ. જો કે ગાડીના આગળના બોનેટમાં આગ દેખાતા ચાલક સમય સૂચકતા વાપરીને દરવાજો ખોલી બહાર નીકળી ગયો. કાર ચાલકનો આબાદ બચાવ ગાડીના ચાલક પવલીનભાઈ વ્યાસે સમય સૂચકતા દાખવીને દરવાજો ખોલી તરત જ ચાલુ ગાડીમાંથી બહાર નીકળી ગયા અને સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કારમાં આગ લાગવાના કેટલાક બનાવ સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકોને મોટી ઈજા પણ પહોંચી હતી.  

Ahmedabad: રસ્તા પર ચાલતી ગાડીમાં અચાનક લાગી આગ, કાર બળીને થઈ ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના વસ્ત્રાલમાં કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
  • વસ્ત્રાલના કર્ણાવતી ચાર રસ્તા પાસે બન્યો બનાવ
  • ફાયરની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કર્ણાવતી ચાર રસ્તા પાસે ચાલતી ગાડી અચાનક જ ભડભડ સળગી ઉઠી અને થોડા જ સમયમાં કાર બળીને ખાખા થઈ ગઈ. જો કે ગાડીના આગળના બોનેટમાં આગ દેખાતા ચાલક સમય સૂચકતા વાપરીને દરવાજો ખોલી બહાર નીકળી ગયો.

કાર ચાલકનો આબાદ બચાવ

ગાડીના ચાલક પવલીનભાઈ વ્યાસે સમય સૂચકતા દાખવીને દરવાજો ખોલી તરત જ ચાલુ ગાડીમાંથી બહાર નીકળી ગયા અને સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કારમાં આગ લાગવાના કેટલાક બનાવ સામે આવ્યા છે, જેમાં કેટલાક લોકોને મોટી ઈજા પણ પહોંચી હતી.