નશામાં ધૂત પતિએ તારુ ચારિત્ર્ય સારુ નથી કહી વાળ પકડી મારતા પત્નીએ એસિડ પીધું

અમદાવાદ,બુધવારશહેરકોટડા વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ રોડ ઉપર રહેતી મહિલાને દારુ પી આવેલા પતિએ તારુ ચારિત્ર્ય સારુ નથી કહીને તકરાર કરીને પત્નીને વાળ પકડી મારી હતી આ સમયે દિયર અને સારુ પણ માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી એટલું જ નહી પતિએ તું એસિડ પીને મરી જા તેમ કહેતા મનમાં લાગી આવતાં અને આવેશમાં આવીને મહિલાએ એસિડ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે પતિ સહિત સાસરીયા સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.બૈરીનું ચારિત્ર્ય સારુ નથી કહી સાસરીયાએ  મારી ઘરમાંથી કાઢી મૂકવાનું, પતિએ એસિડ પી મરી જવાનું કહેતા આપઘાતનો  પ્રયાસ કરતા શહેરકોટડા પોલીસમાં ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલીમાં રહેતી અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ૨૯ વર્ષની મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પતિ રાજેશભાઇ અને દિયર તથા સાસુ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૨ વર્ષ પહેલા લગ્ન થયા હતા, લગ્નના બે વર્ષ સુધી સાસરી વાળા સારી રીતે રાખતા હતા. ત્યારબાદ ઘરકામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા પતિ કોઇ કામ ધંધો કરતો ન  હતો પરંતુ બે સંતાનોના ભવિષ્યના કારણે મહિલા ત્રાસ સહન કરતી હતી.ગઇકાલે સવારે મહિલા ઘરે હાજર હતી ત્યારે પતિ દારુ પીને આવ્યો હતો અને તારુ ચારિત્ર્ય સારુ નથી તું ઘરેથી જતી રહે તેમ કહીને તકરાર કરી હતી અને વાળ પકડી મારી હતી આ સમયે સાસુ તથા દિયરે પણ મહિલાને માર માર્યો હતો. એટલું જ નહી સાસરીયાએ ઘરમાંથી કાઢી મૂકવાની તથા પતિએ એસિડ પીને મરી જવાની વાત કરી હતી જેથી મનમાં લાગી આવતાં મહિલાએ એસિડ ગટગટાવતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે પતિ સહિત સાસરીના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નશામાં ધૂત પતિએ તારુ ચારિત્ર્ય સારુ નથી કહી વાળ પકડી મારતા પત્નીએ એસિડ પીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શહેરકોટડા વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ રોડ ઉપર રહેતી મહિલાને દારુ પી આવેલા પતિએ તારુ ચારિત્ર્ય સારુ નથી કહીને તકરાર કરીને પત્નીને વાળ પકડી મારી હતી આ સમયે દિયર અને સારુ પણ માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી એટલું જ નહી પતિએ તું એસિડ પીને મરી જા તેમ કહેતા મનમાં લાગી આવતાં અને આવેશમાં આવીને મહિલાએ એસિડ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે પતિ સહિત સાસરીયા સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

બૈરીનું ચારિત્ર્ય સારુ નથી કહી સાસરીયાએ  મારી ઘરમાંથી કાઢી મૂકવાનું, પતિએ એસિડ પી મરી જવાનું કહેતા આપઘાતનો  પ્રયાસ કરતા શહેરકોટડા પોલીસમાં ફરિયાદ

 શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલીમાં રહેતી અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી ૨૯ વર્ષની મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પતિ રાજેશભાઇ અને દિયર તથા સાસુ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૧૨ વર્ષ પહેલા લગ્ન થયા હતા, લગ્નના બે વર્ષ સુધી સાસરી વાળા સારી રીતે રાખતા હતા. ત્યારબાદ ઘરકામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા પતિ કોઇ કામ ધંધો કરતો ન  હતો પરંતુ બે સંતાનોના ભવિષ્યના કારણે મહિલા ત્રાસ સહન કરતી હતી.

ગઇકાલે સવારે મહિલા ઘરે હાજર હતી ત્યારે પતિ દારુ પીને આવ્યો હતો અને તારુ ચારિત્ર્ય સારુ નથી તું ઘરેથી જતી રહે તેમ કહીને તકરાર કરી હતી અને વાળ પકડી મારી હતી આ સમયે સાસુ તથા દિયરે પણ મહિલાને માર માર્યો હતો. એટલું જ નહી સાસરીયાએ ઘરમાંથી કાઢી મૂકવાની તથા પતિએ એસિડ પીને મરી જવાની વાત કરી હતી જેથી મનમાં લાગી આવતાં મહિલાએ એસિડ ગટગટાવતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે પતિ સહિત સાસરીના ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.