Bharuch: હાઈવે પર ટ્રકને અકસ્માત નડતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો

બેફામ પણે ટ્રક હંકારતા આગળના વાહનમાં ઘૂસી ગઈફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢયો ટ્રકનો ડ્રાઈવર ટ્રકના સ્ટિયરિંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો.ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે પટેલની વાડી સામે બ્રિજ પર અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરે બેફામ પણે ટ્રક હંકારતા ટ્રક કોઈ વાહનના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં ટ્રકનો ડ્રાઈવર ટ્રકના સ્ટીયરીંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો. ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢયો હતો.બનાવ અંગે પોલીસે સુત્રોના જણાવ્યા અનુસાર બનાવ અંગે અકસ્માતના બનાવની જાણ ફાયર બ્રિગેડના જવાનોને મળસ્કે 4 વાગ્યાના અરસામાં કરાઈ હતી. જેના પગલે તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ કટર અને અન્ય સાધનોની મદદ વડે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકની બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રકની કેબીનમાં ફસાયેલા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સી.ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા સી.ડીવીઝન પોલીસે તપાસનો આરંભ કરેલ છે

Bharuch: હાઈવે પર ટ્રકને અકસ્માત નડતાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેફામ પણે ટ્રક હંકારતા આગળના વાહનમાં ઘૂસી ગઈ
  • ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢયો
  • ટ્રકનો ડ્રાઈવર ટ્રકના સ્ટિયરિંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો.


ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે પટેલની વાડી સામે બ્રિજ પર અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરે બેફામ પણે ટ્રક હંકારતા ટ્રક કોઈ વાહનના પાછળના ભાગમાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં ટ્રકનો ડ્રાઈવર ટ્રકના સ્ટીયરીંગ અને સીટ વચ્ચે ફસાઈ ગયો હતો. ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકને બહાર કાઢયો હતો.

બનાવ અંગે પોલીસે સુત્રોના જણાવ્યા અનુસાર બનાવ અંગે અકસ્માતના બનાવની જાણ ફાયર બ્રિગેડના જવાનોને મળસ્કે 4 વાગ્યાના અરસામાં કરાઈ હતી. જેના પગલે તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ કટર અને અન્ય સાધનોની મદદ વડે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ટ્રકની બહાર કાઢવામાં આવ્યો હતો. ટ્રકની કેબીનમાં ફસાયેલા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સી.ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા સી.ડીવીઝન પોલીસે તપાસનો આરંભ કરેલ છે