Gandhinagar Lok Sabha Result 2024: અમિત શાહે 7 લાખ મતના લીડ માર્જિનથી મેળવી જીત

Lok Sabha Elections Result 2024: ગાંધીનગરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા હતા. અમિત શાહનો લગભગ 731444 વોટથી વિજય થયો હતો. અમિત શાહને 991833 વોટ મળ્યા હતા. જ્યારે સોનલબેન પટેલને 260389 વોટ મળ્યા હતા. ગાંધીનગર બેઠક પર 2019માં શું હતું પરિણામ?2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. અમિત શાહે તેમના વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 5,57,014 મતોથી હરાવ્યા હતા. તેમને લગભગ 8,94,000 મત મળ્યા હતા. કોંગ્રેસે આ વખતે ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ 1984થી જીતી શકી નથી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારીપોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી ચૂકેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 40 વર્ષથી સક્રીય છે. જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.2019માં લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા 1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.

Gandhinagar Lok Sabha Result 2024: અમિત શાહે 7 લાખ મતના લીડ માર્જિનથી મેળવી જીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections Result 2024: ગાંધીનગરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા હતા. અમિત શાહનો લગભગ 731444 વોટથી વિજય થયો હતો. અમિત શાહને 991833 વોટ મળ્યા હતા. જ્યારે સોનલબેન પટેલને 260389 વોટ મળ્યા હતા. 

ગાંધીનગર બેઠક પર 2019માં શું હતું પરિણામ?

2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. અમિત શાહે તેમના વિરોધી કોંગ્રેસના ઉમેદવારને 5,57,014 મતોથી હરાવ્યા હતા. તેમને લગભગ 8,94,000 મત મળ્યા હતા. કોંગ્રેસે આ વખતે ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ 1984થી જીતી શકી નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી

પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી ચૂકેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 40 વર્ષથી સક્રીય છે. જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.

2019માં લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા 

1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.