Porbandar News: 7 દિવસમાં ફાયર સેફટી વગરની 17 મિલકત સીલ કરાઈ

રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર પોરબંદર જિલ્લામાં તપાસ તેજ કરાઇપોરબંદરનું ખાદી ભવન, સરસ્વતી સાયન્સ સ્કુલ, સિગ્મા સ્કુલ સીલ કરાઈ આગામી સમયમાં શોપિંગ સેન્ટર, કોલેજ, ધાર્મિક સ્થળોએ ચકાસણી થશે પોરબંદરમાં જિલ્લા ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આજે વધુ 4 ઈમારતો સીલ કરાઈ છે આગામી સમયમાં શોપિંગ સેન્ટર, કોલેજ ઉપરાંત ધાર્મિક સ્થળો એ પણ ફાયર સેફટી સહિતના મુદ્દે ચકાસણી કરવામાં આવશે. રાજકોટના TRP ગેમઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશને પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા જરૂરી ફાયર સેફટી ન હોય તેવા બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અગાઉ ગેમ બ્લાસ્ટ ગેમ ઝોન, આનંદ સર્જીકલ હોસ્પિટલ,રિલાયન્સ સ્માર્ટ બજાર,વી માર્ટ ,૬ ટ્યુશન ક્લાસ વગેરે ઈમારતો ને સીલ કરાયા બાદ આજે કર્લીના પુલ નજીક આવેલ સરસ્વતી સ્કુલ,પક્ષી અભયારણ્ય નજીક આવેલ સિગ્મા પ્રાથમિક શાળા,શહેર મધ્યે આવેલ ખાદી અને ગ્રામોદ્યોગ ભવન,તાજાવાલા લોહાણા મહાજનવાડી વગેરે પણ સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત વન સેન્ટર મોલ ખાતે પણ ચકાસણી હાથ ધરાઈ હતી મોટા ભાગ ની ઈમારતો માં જરૂરી ફાયર સેફટી નો અભાવ અથવા બાંધકામ પરવાનગી નિયમ પ્રમાણે ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી હજુ આ કામગીરી આગામી સમય માં પણ ચાલુ રહેશે તેમજ આવનારા સમય માં શોપિંગ સેન્ટર,કોલેજો,ધાર્મિક સ્થળો એ પણ ફાયર સેફટી અને બાંધકામ પરવાનગી અંગે તપાસ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે છેલ્લા 7 દિવસ માં તંત્ર દ્વારા 17 ઈમારતો સીલ કરવામાં આવતા ફાયર સેફટી ન ધરાવતા બહુમાળી બિલ્ડીંગ માલિકો માં ફફડાટ જોવા મળે છે.  બીજી તરફ કેટલાક મિલકત ધારકો માં એવો સુર ઉઠ્યો છે કે હાલ પાલિકા ના અધિકારીઓ ટીપી કમિટી એ આપેલ બાંધકામ પરવાનગી કે બીયુ સર્ટીફીકેટ માન્ય ગણતા નથી અને તેને ગેરકાયદે જણાવી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવે છે તો આ ગેરકાયદે પરવાનગી આપનાર ટીપી કમિટી ના જવાબદાર સામે કાર્યવાહી કેમ થતી નથી અને ટીપી કમિટી એ પાલિકા ની જ કમિટી છે અને શહેર ના મોટા ભાગ ના બાંધકામ માં ટીપી કમિટી ના ચેરમેન ની જ સહી છે અને તે બાંધકામ મુદે ચીફ ઓફિસર અને કલેકટર અસહમત હોવાનું જણાવી મિલકત ધારક ને નોટીસ આપે છે ત્યારબાદ કોઈ કાર્યવાહી થતી.

Porbandar News: 7 દિવસમાં ફાયર સેફટી વગરની 17 મિલકત સીલ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર પોરબંદર જિલ્લામાં તપાસ તેજ કરાઇ
  • પોરબંદરનું ખાદી ભવન, સરસ્વતી સાયન્સ સ્કુલ, સિગ્મા સ્કુલ સીલ કરાઈ
  • આગામી સમયમાં શોપિંગ સેન્ટર, કોલેજ, ધાર્મિક સ્થળોએ ચકાસણી થશે

પોરબંદરમાં જિલ્લા ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આજે વધુ 4 ઈમારતો સીલ કરાઈ છે આગામી સમયમાં શોપિંગ સેન્ટર, કોલેજ ઉપરાંત ધાર્મિક સ્થળો એ પણ ફાયર સેફટી સહિતના મુદ્દે ચકાસણી કરવામાં આવશે.


રાજકોટના TRP ગેમઝોનમાં આગની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશને પગલે પોરબંદરમાં પણ તંત્ર દ્વારા જરૂરી ફાયર સેફટી ન હોય તેવા બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અગાઉ ગેમ બ્લાસ્ટ ગેમ ઝોન, આનંદ સર્જીકલ હોસ્પિટલ,રિલાયન્સ સ્માર્ટ બજાર,વી માર્ટ ,૬ ટ્યુશન ક્લાસ વગેરે ઈમારતો ને સીલ કરાયા બાદ આજે કર્લીના પુલ નજીક આવેલ સરસ્વતી સ્કુલ,પક્ષી અભયારણ્ય નજીક આવેલ સિગ્મા પ્રાથમિક શાળા,શહેર મધ્યે આવેલ ખાદી અને ગ્રામોદ્યોગ ભવન,તાજાવાલા લોહાણા મહાજનવાડી વગેરે પણ સીલ કરવામાં આવ્યા છે.


ઉપરાંત વન સેન્ટર મોલ ખાતે પણ ચકાસણી હાથ ધરાઈ હતી મોટા ભાગ ની ઈમારતો માં જરૂરી ફાયર સેફટી નો અભાવ અથવા બાંધકામ પરવાનગી નિયમ પ્રમાણે ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી હજુ આ કામગીરી આગામી સમય માં પણ ચાલુ રહેશે તેમજ આવનારા સમય માં શોપિંગ સેન્ટર,કોલેજો,ધાર્મિક સ્થળો એ પણ ફાયર સેફટી અને બાંધકામ પરવાનગી અંગે તપાસ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે છેલ્લા 7 દિવસ માં તંત્ર દ્વારા 17 ઈમારતો સીલ કરવામાં આવતા ફાયર સેફટી ન ધરાવતા બહુમાળી બિલ્ડીંગ માલિકો માં ફફડાટ જોવા મળે છે. 


બીજી તરફ કેટલાક મિલકત ધારકો માં એવો સુર ઉઠ્યો છે કે હાલ પાલિકા ના અધિકારીઓ ટીપી કમિટી એ આપેલ બાંધકામ પરવાનગી કે બીયુ સર્ટીફીકેટ માન્ય ગણતા નથી અને તેને ગેરકાયદે જણાવી બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવે છે તો આ ગેરકાયદે પરવાનગી આપનાર ટીપી કમિટી ના જવાબદાર સામે કાર્યવાહી કેમ થતી નથી અને ટીપી કમિટી એ પાલિકા ની જ કમિટી છે અને શહેર ના મોટા ભાગ ના બાંધકામ માં ટીપી કમિટી ના ચેરમેન ની જ સહી છે અને તે બાંધકામ મુદે ચીફ ઓફિસર અને કલેકટર અસહમત હોવાનું જણાવી મિલકત ધારક ને નોટીસ આપે છે ત્યારબાદ કોઈ કાર્યવાહી થતી.